વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓની કિંમતી ચીજ વસ્તુની ઉઠાંતરીના વધતા ગુનાઓને ધ્યાને લઈ નર્મદા પોલીસની એસ.ઓ.જી. એલ.સી.બી. તથા પેરોલ ફલૉ સ્કોડને કાર્યરત કરાતા સી.સી.ટી.વી. ફૂટેજ આધારે રંગે હાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ.
ત્યારબાદ આવી ગુનાઇત પ્રવૃતિને ડામવા પો.અધિક્ષકશ્રી નર્મદા દ્વારા દાખલ થયેલ ગુનાઓમાં પાસા કરવાની સૂચના આપતા આ ગુનાના-6 આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ 6 આરોપીને પાસા હેઠળ અટક કરવા હુકમ કરતાં (1) મનોજ પુનમ સોલંકી (2) મનોજ રમેશ દંતાણી (3) કાનજી લક્ષ્મણ દેવીપૂજક (4) નરેન્દ્ર ઉર્ફે ડમ્પુ સુભાષચંદ્ર શર્મા (5) અશોક ચતુર વસાવા (6) અજય ધુળા માઆડી ને અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.
Advertisement