જેલમાં સજા ભોગવતા બંદીવાનોનું ગુનાહિત માનસ પરિવર્તન થાય અને તેમનામાં રમત ગમત પ્રત્યે ખેલદિલીની ભાવના ઉત્પન્ન થાય તે હેતુથી પહેલી વાર જેલના કેમ્પસના પ્રાંગણમા તબીબો અને બંદીવાન ભાઈઓ વચ્ચેજેલ અધિક્ષક એલ એમ બારમેરાના માર્ગદર્શન હેઠળ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી.
રાજપીપળા જિલ્લા જેલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિતે સિવિલ હોસ્પીટલ, રાજપીપળાના મેડિકલ/પેરા મેડિકલ ટીમ તથા જેલ બંદીવાનો વચ્ચે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. બંદીવાનોએ ખેલદિલીથી ઉત્સાહપૂર્વક વોલીબોલ રમતમાં ભાગ લીધો હતો. અને બંદીવાનો ની ટીમ વિજેતા જાહેર થઈ હતી.તેઓને ટ્રોફી એનાયત કરવામાં આવેલ હતી. રાજપીપળા જિલ્લા જેલના અધિક્ષક એલ.એમ.બારમેરા દ્વારા તબીબી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
Advertisement