માર્ગ અને મકાન મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી પુર્ણેશભાઈ મોદીને સાંસદને મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લાના 10 જેટલાં મહત્વના પ્રશ્નો પરત્વે ધ્યાન દોરી પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરવા લેખિત રજૂઆત કરી છે.
જેમાં (૧) રાજપીપલા એન્જીનીયરીંગ કોલેજ બિલ્ડીંગના અભાવે છેલ્લા ૧૦ વર્ષથી ભરૂચ જિલ્લાની જે.પી. કોલેજમાં ચાલે છે, ભચરવાડાની જમીન બાંધકામ માટે ફાળવણી કરી છે, પરંતુ ગ્રામપંચાયતના વિરોધના કારણે બાંધકામની કાર્યવાહી બંધ છે, તે માટે યોગ્ય ધટતુ કરવા અનુરોધ કર્યો છે.
(૨) રાજપીપલા બાયપાસ વડોદરા પોઈચા થઈને આવતો રસ્તો રાજપીપલામાં થઈને પસાર થાય છે, જેના કારણે ભારે ટ્રાફિકજામ થાય છે, છેલ્લા ૧૦ વર્ષથી આ બાયપાસ રસ્તો સરકારમાં પેન્ડીંગ છે, તો તેમની તાત્કાલીક ધોરણે મંજુરી આપવા ઘટતુ કરવા જણાવ્યું છે.
(૩) સ્ટેટ્યુ ઓફ યુનિટીથી ભરૂચ અંકલેશ્વર તરફ જતો સ્ટેટ હાઈવે રસ્તો તવડીથી સુધી રસ્તાનું કામ છેલ્લા ૨૦ વર્ષથી ખોરંભે પડયું છે, તેના કારણે પ્રવાસી તથા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેથી વાહનો સરળતાથી ચાલે તેવો રસ્તો બનાવવા રજૂઆત કરાઈ છે.
(૪) રાજપીપલા સરકારી હાઈસ્કુલમાં ફાયર સેફટીના કારણે સ્કુલને સીલ મારવામાં આવી છે, તેના કારણે આ સ્કુલના વિધાર્થીઓ સ્કુલની બહાર અભ્યાસ કરે છે, તેથી તાત્કાલીક ધોરણે આ સ્કુલમાં ફાયર સેફટીની જે કોઈપણ સુવિધા પુરી પાડી ઝડપથી સ્કુલ ચાલુ કરવા યોગ્ય ઘટતુ કરવા જણાવ્યું છે.
(૫) નર્મદા જિલ્લાની રાજપીપલા હાઈસ્કુલ તથા કેવડીયા હાઈસ્કુલમાં સાયન્સ પ્રવાહમાં પૂરતો સ્ટાફના અભાવે બન્ને હાઇસ્કુલમાં સાયન્સ પ્રવાહ બંધ થવાની સંભાવના છે. આ બન્ને સ્કુલો વર્ષ ૧૯૯૫ થીનર્મદા જિલ્લામાં પ્રથમ હરોળની સ્કુલો હતી, પરંતુ કોઈને કોઈ કારણોસર આજે આ બન્ને સરકારી
સ્કૂલોમાં શિક્ષણનું સ્તર ખુબ જ નીચુ ગયું છે, તો તે સુધારવા તથા શિક્ષકોના પૂરતો સ્ટાફની ભરતી કરવાની માંગ કરી છે.
(૬) રાજપીપલાની આસપાસના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ ગુણવતાવાળુ શિક્ષણ ન મળવાના કારણે આ વિસ્તારના બાળકો જાનના જોખમે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે જાય છે, તેથી આ વિસ્તારની જે પ્રાથમિક શાળાઓ છે તેમાં ઉચ્ચ ગુણવતાવાળુ શિક્ષણ મળે તે માટે જરૂરી પગલા ભરવા યોગ્ય ધટતુ કરશોજી.
(૭) કેવડીયાના કુલ ૦૬ ગામો તથા સ્ટેટુ ઓફ યુનિટીના વિયર ડેમના અસરગ્રસ્તો રોજગાર ધંધાથી વંચિતછે, તો તેવા લોકોને સ્થાનિક પ્રોજેકટોમાં રોજગારી મળે તેવી કાર્યવાહી કરવી તથા નવાગામ વાગોડીયાની ગરીબ પરીવારની બહેનો જયારથી ડેમનું કામ ચાલુ થયું છે, ત્યારથી શાકભાજી તથા અન્ય જીવન જરૂરીવસ્તુ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેવા લોકોનો પણ ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, તો તેવા લોકોને ધંધા રોજગાર મળે તે માટે માંગ કરી છે.
(૮) રાજપીપલા કરજણ નવા બ્રિજથી સ્મશાન સુધીના કિનારાની પાસે આવેલ રસ્તો તથા કેટલાક ખેડુતોની જમીનનું ભારે ધોવાણ થયું છે, માટે પ્રોટેકશન વોલ બનાવાની દરખાસ્ત સરકારમાં પેન્ડીંગ છે, તેને તાત્કાલીક ધોરણે મંજુરી આપી પ્રોટેકશન વોલ બનાવવાની માંગ કરી છે.
(૯) રાજપીપલા શહેરને શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા માટે કરજણ પ્લાન્ટ જીતનગર પાસે કુલ- ૩૩ કરોડ રૂપીયાના ખર્ચે બનાવેલ છે, તે આજે બંધ હાલતમાં છે, તો તેમને તાત્કાલીક ધોરણે ચાલુ કરવા યોગ્ય ઘટતુ કરશોજી.
(૧૦) રાજપીપલા સિવિલ હોસ્પિટલ તથા ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત ડોકટરોનો સ્ટાફ ન હોવાથી લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેના કારણે આ વિસ્તારના લોકો સારવાર માટે વડોદરા તથા સુરત ખાતે સારવાર કરાવવા જાય છે, તેથી તાત્કાલીક ધોરણે રાજપીપલા સિવિલ હોસ્પિટલ તથા ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરોની નિમણૂંક કરવા લેખિત રજુઆત કરી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા