Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : દિવાળી, નવા વર્ષ તેમજ ભાઈ બીજના પર્વોમાં 108 ની ઇમર્જન્સી કેસોમાં ઉછાળો.

Share

108 ઇમર્જન્સી સેવા સતત 24/7 કાર્યરત નિઃશુલ્ક સર્વિસ છે. જે નાગરિકોને સમયસર 108 એમ્બ્યુલન્સમા દર્દીને સારવારની સાથે સાથે દર્દીને હોસ્પિટલમા ખસેડવાની સુવિધા પુરી પાડવા સતત કાર્યરત રહે છે, દિવાળી જેવા મોટા તહેવારમા જયારે બધા નાગરિકો પોતાના ઘરે પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવારો ઉજવે છે ત્યારે 108 ના બધા કર્મચારીઓએ ફરજ પર હાજર રહી ફરજના સ્થળ પર રંગોળી બનાવી, તેમજ દિવાળીના દિવસે ફરજ પર જ ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી હતી, દિવાળી દરમિયાન કોઈ પણ કર્મચારી રજા પર ગયા વગર સતત ફરજ પર હાજર રહ્યા હતા.

દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજ જેવા મુખ્ય તહેવારના દિવસોમા લોકોનું ખરીદી માટે તેમજ સગા સંબંધીને મળવા માટે ટ્રાવેલિંગ કરતા હોય છે અને તેવા સમયે પોતાની અથવા બીજાની ભૂલથી અકસ્માતો સર્જાય છે. આવી પરિસ્થિતિઓને પહોચી વળવા માટે 108 ઇમર્જન્સી સર્વિસ ખડે પગે રહી લોકોના જીવ બચાવ્યા હતા. ચાલુ દિવસો કરતા અકસ્માતના (વાહન સાથે / વાહન સિવાય ) કેસોમા વધારો જોવા મળ્યો હતો તેમજ બીજા ઇમર્જન્સી કેસોમા પણ વધારો જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારમાં પણ રજા લીધા વગર આ નિ:સ્વાર્થ ભાવનાથી કામ કરતા 108 ના કર્મચારીઓને આમ જનતાએ બિરદાવ્યા છે.

દિવાળીના દિવસોમા થયેલ ઇમર્જન્સી કેસોની વિગત નીચે મુજબ છે :
દિવાળી પર્વના દિવસોમાં એટલે તારીખ 4,5 અને 6 નવેમ્બર ત્રણ દિવસોમાં પેટના દુખાવાના 23 કેસ, માનસિક તણાવનો એક કેસ, શ્વાસની તકલીફના છ કેસ, હાર્ટ એટેકના ત્રણ કેસ, ખેંચ આવવાના ત્રણ કેસ, તાવના પાંચ કેસ, ઝેરી દવા પીવાના ૧૫ કેસ, પ્રેગ્નન્સીને લગતા 70 કેસ, માથાના દુખાવા અને લકવાના એક એક કેસ, વાહન સિવાયના અકસ્માતના 13 કેસ, અને વાહન અકસ્માતના 40 કેસ, તેમજ અજાણી બીમારીના 26 કેસ મળી આ દિવસમાં કુલ 207 કેસો નોંધાયા હતા.

દીપક જગતાપ રાજપીપલા

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્યના ઓપરેશન હેડ ડોક્ટર મુકેશ ચાવડા એ ભરૂચ જિલ્લાની લીધી મુલાકાત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં નિકોરા ગામે એક જ રાત્રે ત્રણ મોટરસાયકલની ઉઠાંતરી નબીપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

દહેજ સુવા ગામની સીમમાં ઝાડીઓમાં જુગાર રમતા ૧૪ જુગારી ઝડપાયા,લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!