Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં ઇદે મિલાદની શાંતિ પૂર્ણ ઉજવણી, દેશના લોકોની સલામતી અને અમાન માટે દુઆ 

Share

રાજપીપળા : આરીફ જી કુરેશી

ઠેર ઠેર આઈસ્ક્રિમ, ચોકલેટ, કેક, સહિત નિયાઝનું વિતરણ,આયોજન જામા મસ્જિદથી લાલટાવર, સફેદ ટાવર થઈ ઝુલુસ શહેરના મુખ્ય માર્ગ પર ફર્યું શનિવારે રામ મંદિર બાબરી મસ્જિદ બાબતે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો બાદ રવિવારે ઇદે મિલાદનો તહેવાર હોય રાજપીપળા શહેર માં દર વર્ષની જેમ મુસ્લિમ બિરાદરો એ શાંતિ પૂર્વક ઇદે મિલાદ નું ઝુલુસ કાઢ્યું હતું.
ઇસ્લામના મહાન પયગંબર મોહંમ્મદ સાહેબના જન્મ દિવસની રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી, તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઝુલુસ રાજપીપળાની મુખ્ય જામા મસ્જિદ થી શરૂ થઈ લાલ ટાવર,સ્ટેશન રોડ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું જેમાં મુખ્ય આગેવાનો સહિત મસ્જિદોના ઇમામ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, ઝુલુસમાં મોહદીષે આઝમ મિશન દ્વારા અને ઠેર ઠેર નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જામા મસ્જિદના ઇમામ મૌલાના ઇર્ષાદ રઝવી સાહબ સાથે વાત કરતા તમણે આજના દિવસે સૌ ભારતવાસીઓને મુબારકબાદ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આજનો દિવસ ખુશીનો દિવસ છે. આજના દિવસ સંદર્ભે દેશની એકતા અને ભાઈચારા માટે ખાસ દુઆ કરી હતી.

Advertisement

Share

Related posts

સાંજે તંદુરસ્તી જાળવવા અંગે ચાલવા નિકળેલ બે વ્યક્તિઓને અજાણ્યા વાહને અડફેટ માં લઇ તેમના મોત નિપજ્યા હતા …..

ProudOfGujarat

ભરૂચ : અશાંત ધારાના અસરકારક અમલીકરણની માંગ સાથે મંદિરમાં મહાઆરતી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વર રોડ પર આવેલ ઈન્દ્રપ્રસ્થ સોસાયટીનાં સભ્યો દ્વારા ગરીબોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!