દિવાળી એટલે પ્રેમ અને પ્રકાશનું પર્વ. દિવાળી હોય અને ગોખલે દિવા ના હોય એવુ તો કેમ બને? ઇતિહાસ સાક્ષી છે કે દિવાળી હોય કે વાર તહેવારે સારા પ્રસંગે ઘરમાં દીવડા અવશ્ય પ્રગટાવાય છે. આજે આધુનિક જમાનામાં ભલે ઇલેક્ટ્રિક કે એલ.ઈ.ડી લાઈટનો જમાનો હોય પણ એ રંગીન પ્રકાશના અજવાળામાં દીવડાનો ઓરીજીનલ પ્રકાશનો અજવાસ જરા પણ ઝાંખો થયો નથી. એક જમાનામાં માટીના દીવડા કહો કે કોડિયા કહો વર્ષોથી અંધકાર દૂર કરતાં દીવડા જીવનમાં પ્રકાશ રેલાવી અજવાળું પાથરવાનો એક ભાગ બન્યા છે પણ આજે આપણે ગાયના છાણમાંથી ઇકો ફ્રેન્ડલી દીવડા નર્મદાના પ્રતાપપરા ગામના રાજુભાઈ વસાવા નામના પ્રગતિશીલ આદિવાસી ખેડૂત દ્વારા બનાવતા ગાયના છાણમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી, અને પર્યાવરણના ધ્યોતક એવા આ દીવડા નર્મદા વાસીઓના ઘરે ઘરે દીવાળીનો પ્રકાશ રેલાવી રહ્યા છે.
રાજુભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે. પ્રતાપપરા ગામમા પોતાની ગૌશાળા ચલાવે છે એમની પાસે 35 જેટલી દેશી ગાયો ગીરની અને કાંકરેજી ગાયો રાખે છે. રાજેશભાઈ ગાયના છાણનો સદઉપયોગ કરીને છાણ અને માટીનો ઉપયોગ કરીને એમાંથી આકર્ષક રંગીન દીવડા બનાવે છે. રાજુભાઈ સામાન્ય માટીના દિવા અને ગાયના છાણના દીવડા વચ્ચેનો તફાવત સમજાવતા જણાવે છે કે માટીના દિવા માત્ર દીવાળીના પર્વ પૂરતા જ ઉપયોગી બને છે. જયારે ગાયના છાણના દીવડા દિવાળીમાં તો પ્રકાશ આપે જ છે પણ ત્યારપછી એને ખેતરમાં કે છોડમાં નાંખી દેવાથી એ ખાતર બની જાય છે. આને બાળવાથી એમાંથી 100% શુદ્ધ ઓક્સિજન મળે છે. એટલું જ નહીં રાજેશભાઈ આ દીવડા બનાવવાની તાલીમ બેરોજગાર મહિલાઓને આપી રોજગારી પણ આપી રહ્યા છે. આ ઉત્તમ કામગીરી માટે રાજેશભાઈને પશુપાલન ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે અને એવોર્ડ મળ્યા છે. એમને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ મળ્યા છે.
એમને આ ઉત્તમ કામગીરી માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અભિનંદન પાઠવ્યા છે. આજે રાજેશભાઈ ગાયના છાણના દિવા બનાવી તેનું વેચાણ કરી સારી એવી રોજગારી મેળવી રહ્યા છે. દિવાની સાથે ધૂપ સળી, ગુગલ કપ પણ બનાવી પર્યાવરણનું જતન પણ કરી રહ્યા છે.
દીપક જગતાપ, રાજપીપલા
રાજપીપળા : નર્મદા જિલ્લામાં ગાયનાં છાણમાંથી ઇકો ફ્રેન્ડલી દીવડા બનાવતા ખેડૂત રાજુભાઈ વસાવા.
Advertisement