Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ સ્વ. અલ્કેશસિંહ ગોહિલની પ્રથમ પુણ્યતિથિ પાંચ દિવસય સેવા દિવસ તરીકે ઉજવાઈ.

Share

રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રાજપૂત સમાજના આગેવાન એવા સ્વ.અલકેશસિંહ ગોહિલના અવસાનને એક વર્ષ પૂર્ણ થતા 25
ઓક્ટોબર તેમની પ્રથમ પુણ્યતિથિ ગોહિલ પરિવારે પાંચ દિવસ સુધી સેવા દિવસ તરીકે ઉજવી સ્વ. અલ્કેશભાઈ ગોહેલને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જેમાં
તેમના પરિવાર સ્મિતાબા ગોહિલ, પ્રો.ડો.કે.જે.ગોહિલ, (રાજુભાઈ), પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ સહિતના પરિવાર દ્વારા અલકેશસિંહ ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ બનાવી આ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. જેમાં પાંચ દિવસ દરમ્યાન શૈક્ષણિક કીટ વિતરણ, અનાજ કીટ વિતરણ, ધાબળા વિતરણ, રક્તદાન કેમ્પ તથા અવધૂત ચાલીસા અને દત્તબાવની પાઠ તથા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

રક્તદાન કેમ્પનું ઉદ્ધઘાટન પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવા, તથા બ્લ્ડ બેન્કના ચેરમેન એન.બી મહિડા તથા નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમા રાજપૂત સમાજ સહિત સાત વોર્ડના વિવિધ સમાજના 200 જેટલાં યુવાનો દ્વારા રક્તદાન કરાયું હતું. જેમાં દરેકને ચાંદીનો સિક્કો અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરતના સલાબતપુરા વિસ્તારમાં 11 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ સાવકા બાપ ની પોલીસે ધપકડ કરી હતી

ProudOfGujarat

માંગરોળ : વાંકલનું બજાર 31/5/21 સુધી સવારે 8 થી 2 વાગ્યાં સુધી ખુલ્લું રહશે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં G-20 અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!