Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાંસદ મનસુખ વસાવાએ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં બની રહેલ કોલેજ તથા હોસ્ટેલ બિલ્ડીંગનાં નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું.

Share

રાજપીપળા જીતનગર પાસે આવેલ પોલીસ હેડ ક્વાટર્સના પાછળના ભાગે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં અતિ આધુનિક રીતે કોલેજ તથા હોસ્ટેલના વિશાળ બિલ્ડીંગનું નિર્માણ થઈ રહ્યું છે. તેની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી અને ત્યારબાદ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કેમ્પસમાં યુનિવર્સિટીના કુલપતિ મધુકરભાઈ પાડવીની મુલાકાત લીધી હતી તથા તેઓની પાસેથી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની તમામ પ્રકારની ફેકલ્ટી વિશે વિસ્તૃત માહિતી મેળવી.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કુલપતિ ખુબ જ ઉત્સાહથી કામ કરી રહ્યાં છે, પરંતુ તેમને મળ્યા પછી કામચલાઉ ધોરણે હોસ્ટેલમાં અલગ-અલગ વિભાગોમાં રહેતા વિદ્યાર્થીઓને મળવાનું થયું. બધા જ વિદ્યાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ કોલેજમાં પ્રાધ્યાપકો કાયમી ધોરણે નથી, તો પ્રાધ્યાપકોની કાયમી ધોરણે નિમણુંક થાય તો વધુ સારૂ. ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે અને આવનારા દિવસોમાં માસ્ટર ડિગ્રીના અભ્યાસ ક્રમો પણ ચાલુ થાય તો તમામ પ્રકારનું શિક્ષણ સળંગ એક જ જગ્યાએથી મળી રહશે અને આવનારા બે વર્ષમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી શિક્ષણ જગતમાં ખુબ મોટા ઉંચાઈના શિખરો સર કરશે, તેવો મને સંપૂર્ણ વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં એક ઇસમનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત : નાગરવાડામાં ગાયે દિવ્યાંગ યુવકને 10 થી વધુ ભેટી મારી.

ProudOfGujarat

કરજણ ડેમ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!