રાજપીપળા:આરીફ જી કુરેશી
હાલ નર્મદા જિલ્લામાં મચ્છર જન્ય રોગોએ માથું ઊંચક્યું છે ત્યારે રાજપીપળા સહિત આસપાસના ગામોમાં મળી કુલ 34 કેસ ડેન્ગ્યુ ના પોઝિટિવ મળી આવ્યા છે જેમાં 25 કેસ રાજપીપળા શહેરના છે ત્યારે લોકોમાં ભય ફેલાયો છે.
આ બાબતે નર્મદા જિલ્લા મેલેરિયા અધિકારી રોહિત પરીખ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે તહેવારોને અનુલક્ષીને અને કમોસમી વરસાદના કારણે ડેન્ગ્યુનો વાવર વધ્યો હોય એવું લાગી રહ્યું છે ઉપરાંત આરોગ્યની 55 ટીમો આ માટે અમે કામે લગાડી હતી ઉપરાંત ૧૫ હજાર જેટલી પત્રિકાઓ નું વિતરણ પણ કરાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા નગર માં ગંદકી ની વારંવાર બુમો ઉઠે છે ત્યારે આ બાબતે મેલેરિયા અધિકારીએ જણાવ્યું હતું કે ગંદકી મુખ્ય કારણ નથી પણ જે પાણી ન ખાબોચિયા ભરાય તેમાં ડેન્ગ્યુ ના મચ્છર ગ્રોથ થાય છે ત્યારે આ બાબતે પાલિકાને પણ લેખિત રજુઆત કરી છે પણ લોકો કહે છે પાલિકા કામ નથી કરતી ઉપરાંત પાલિકાના ફોગીંગ મશીન પણ બન્ધ હાલત માં હોવાનું મેલેરિયા અધિકારીએ જણાવ્યું હતું.
આ બાબતે પાલિકા ચીફ ઓફિસર સાથે ટેલીફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પાલિકા પાસે 2 ફોગીંગ મશીન છે જેમાંથી એક ચાલુ છે. ઉપરાંત આરોગ્ય અધિકારી કે પી પટેલે લોકોને સરકારી હોસ્પિટલમાંજ લોહી રિપોર્ટ કરાવવા આહવાન કર્યું છે.