ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા ખાતે આવેલ નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા શેરડી પીલાણનો પ્રારંભ થયો હતો. જેમાં ચાલુ વર્ષે સૌથી વધુ વિક્રમજનક 9 લાખ ટન શેરડી પીલાણના લક્ષ્યાંક સાથે પ્રારંભ થયો હતો અને સંતોની ઉપસ્થિતિ વચ્ચે પૂજનવિધિ સાથે શેરડી પીલાણનો પ્રારંભ કર્યો હતો અને બોઈલર પ્રદીપ્ત કર્યું હતું. સાચા અર્થમાં ખેડૂતોની જીવાદોરી બનેલ નર્મદા સુગરમા ગત વર્ષે 7.52 લાખ ટન શેરડીનું પીલાણ થયું હતું. આ વર્ષે ગત વર્ષ કરતાં દોઢ લાખ ટન વધુ શેરડી પિલાણ થવા જઈ રહ્યું છે.
આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે દેશમા ઇથેનોલ બનાવવો. અને દેશને આત્મનિર્ભર બનાવવો. અમે નર્મદા સુગરમાં આ વર્ષે 1.5 લાખ લીટર કરતાં વધુ ઇથેનોલ બનાવવાના છીએ. આજે દેશમાં પોટાશની પણ અછત છે. તેથી નર્મદા સુગર પોટાશ બનાવશે. એ ઉપરાંત દેશને CO2, કાર્બન ડાયોક્સાઇની પણ જરૂર છે.તેથી અમે CO2, કાર્બન ડાયોક્સાઇની પણ બનાવશું. આમ અમે વિવિધ પ્રોડક્ટ દ્વારા મિથેનોલ ગેસ પણ બનાવવા જઈ રહ્યા છે. એને વેચીને સારુ એવુ વળતર મેળવીને બળતણની બચત કરીશું. અને બગાસનું વેચાણ કરીને ખેડૂતોને ઊંચો ભાવ મળે તેવા પ્રયત્ન કરીશું.
જયારે એમ.ડી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 5800 થી 6000 મેટ્રિક ટન દરરોજનું શેરડીનું પીલાણનો લક્ષ્યાંક 180 થી 185 દિવસ મા પૂરો કરશું. અને બગાસ, મોલાસીસ, પ્રેસમડ ટેક્નિકલ રીતે પિલાણ ઓછા લોસ કરવાનો પ્રયત્ન કરશું.
જયારે નર્મદા સુગરના વાઇસ ચેરમેન અજયસિંહ પરમારે જણાવ્યું હતું કે નર્મદા સુગર એ ભરુચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી છે. છેલ્લા 25 વર્ષથી ઘનશ્યામ પટેલના ચેરમેન તરીકે સફળ સંચાલનથી 50,000 હેકટર જમીનમાં શેરડીનું વાવેતર કરી વિક્રમજનક પિલાણ કરી ઉત્તમ ખાંડનું ઉત્પાદન કરી ગુજરાતમા ત્રીજા ક્રમનો સારો ભાવ આપ્યો છે. બન્ને જિલ્લાના ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું રહ્યું છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા