Proud of Gujarat
GujaratFeaturedINDIA

નાંદોદ તાલુકાના નાવરા અને દેડિયાપાડા તાલુકાના કેવડી ગામે “આપણો તાલુકો-બાગાયત તાલુકો” અંગેની શિબીર યોજાઇ.

Share

નર્મદા જીલ્લા બાગાયત વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા અને અને દેડીયાપાડા તાલુકાના કેવડી ગામ ખાતે “આપણો તાલુકો બાગાયત તાલુકો” અંગેની એક દિવસીય શિબીર યોજાઇ હતી.

નાંદોદ તાલુકાના નાવરા ખાતે બાગાયત અધિકારીની કે.એમ.પટેલે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે, મહિલા વ્રત્તિકા, કિચન ગાર્ડન-ઈનડૉર ગાર્ડન, ફળ અને શાકભાજી અને વર્મિ કંપોસ્ટ વગેરે વિશે ખેડૂતોને માહિતગાર કરાયાં હતા. તેવી જ રીતે દેડિયાપાડાના કેવડી ખાતે બાગાયત અધિકારી જે.એસ.રાણાએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે જાણકારી પૂરી પાડી હતી.

Advertisement

આપણો તાલુકો બાગાયત તાલુકાની યોજાયેલ શિબિરમાં તમામ જિલ્લાના નાયબ બાગાયત નિયામકની કચેરીના અધિકારીઓ વર્ચુઅલના માધ્યમ થકી ઉક્ત શિબીરમાં ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા બાગાયત કચેરીના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

દશેરા પર્વનું કાઉન્ટ ડાઉન – અંકલેશ્વર ONGC ગ્રાઉન્ડ ખાતે 50 ફૂટ ઊંચા રાવણના પૂતળાની તૈયારીઓ પૂર જોશમાં

ProudOfGujarat

લીંબડીમાં મોટી અફવા* *ડેન્ગ્યુ થી મહિલાનું મોત*

ProudOfGujarat

સુરત ખાતે શક્તિદળની પત્રકાર પરિષદ યોજાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!