અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંગ દ્વારા આયોજિત દિકરીબાના સંસ્કારના સિંચન અને સંસ્કૃતિનું જતન આ એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં સમાજની નાની-મોટી સમસ્યા વધી રહી છે. બાપુ ડો જયેન્દ્રસિંહજી જાડેજાની આગેવાનીમા વડોદરા ખાતે દિકરીબા ની બે શિબિર ગોઠવવાની છે. જેમાં સંસ્થાના મહાનુભાવો દ્વારા માર્ગદર્શન અપાશે. આ શિબિર દ્વારા દિકરી બાને નવી ચેતના મળશે.
આ શિબિરના અનુસંધાનમાં એક મહત્વની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ટંકારી બાપુ પ્રવીણ સિંહજી રાજપુત ફળિયામાં તેમજ છત્રપાલસિહજીના પેલેસમાં દુષ્યતસિંહજીના મહેલમાં રાજપીપળા તથા ભાજપ પ્રમુખ કુલદીપસિંહજી ના નિવાસસ્થાને રાખવામાં આવી હતી. આ મિટિંગમાં અખિલ ગુજરાત રાજપુત મહિલા સંઘ અધ્યક્ષ બા દશરથબા, પરમાર, મહામંત્રી બા વિરેબુબા મહારાણા મંત્રી નિર્મલા વાઘેલા, મંત્રી દિવ્યા બા, વાઘેલા, સંસ્કૃતિ મંત્રી ડો શીતલબા પરમાર, મંત્રી બા મમતાબાઝાલા, ખજાનચી બા ભાવના બાચુડાસમા, તથા જય માતાજી એજ્યુકેશન એન્ડચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ બા. ડો દમયંતીબા સિંધા, તથા પ્રદિપસિંહજી સિંધા, જિતુભા વાઘેલા, નયનાબા, ચંદ્રિકાબા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યોતિ જગતાપ, રાજપીપલા
અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંગ દ્વારા આયોજિત કિરીબાના સંસ્કારના સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન કરાયું.
Advertisement