સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આગામી તા.૩૧ મી ઓકટોબરના રોજ સરદાર પટેલ જન્મ દિવસ – રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. તેને અનુલક્ષીને અગાઉ તા.૨૮ ઓકટોબરથી ત્રણ દિવસ સ્ટેચ્યુ પરિસર પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જોકે હાલમાં પ્રવાસનની મોસમ છે એટલે લોક લાગણીને માન આપીને તા.૨૮ થી ૩૧ મી ઓક્ટોબર દરમિયાન ઉપરોક્ત દિવસ માટેના પૂરતા સુરક્ષા બંદોબસ્ત સહિત sou પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાના નિર્ણયની જાહેરાત souadtga ના મુખ્ય કારોબારી અધિકારી દ્વારા કરવામાં આવી છે એટલે હવે આ દિવસો દરમિયાન પ્રવાસીઓ sou ની મુલાકાત લઈ શકશે.
SOU સત્તાધીશોનો અચાનક નિર્ણય બદલાયો છે. જેના માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી હતી. તેમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાવાની શક્યતાઓ હવે નહિવત થઈ ગઈ છે હવે તેમની અવેજીમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
અગાઉ 31 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 5 દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રવાસન સ્થળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી પણ હવે અચાનક નિર્ણય બદલાયો છે તે મુજબ 18 ઓક્ટોબરે 5 દિવસો દરમિયાન પ્રવાસન સ્થળો ખુલ્લા રાખવાનો નિર્ણય કરાયો છે વડાપ્રધાન મોદી હાજર નહિ રહે એવા સમાચાર પછી પ્રવાસીઓ માટે ફરીથી SOU ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે પીએમ મોદી કેમ નથી આવવાના એ અંગે અનેક અટકળો વહેતી થઈ છે. જોકે અત્યાર સુધી દર 31 મી ઓક્ટોબરે સરદાર જયંતિએ રાષ્ટ્રીય એકતા પરેડમાં અચૂક આવતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018 માં 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદથી 31 મી ઓક્ટોબરે દેશભરમા રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી થતી આવી છે, કેવડિયા ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રિય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થતી હતી. આ વખતે ત્રીજા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં થવાની હતી જેથી સુરક્ષાના કારણોને લઈને 31 મી ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન સ્ટેચ્યુ અને અન્ય પ્રવાસન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો,પરંતુ એકાએક નિર્ણય રદ કરાતા મોદીના આવવાની શકયતાઓ હવે દેખાતી નથી. આ અંગે જિલ્લા પોલીસ વડાએ પણ જણાવ્યું હતું કે 31 મી એ પીએમ મોદીના આગમન અંગે કોઈ મેસેજ નથી.
તેનું બીજું એક કારણ એ પણ જાણવા મળ્યું છે કે આગામી 30 મી અને 31 મી ઓક્ટોબરે બે દિવસ ઇટલીના રોમ ખાતે ક્લાઈમેટ ચેન્જ પર G 20 સમીટ યોજવાની છે, એ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાની શક્યતા હોવાથી કદાચ કેવડિયા ખાતે તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજર નહિ રહી શકે. શક્યતાઓ એવી જણાઈ રહી છે કે જો મોદી G 20 સમીટમાં હાજર રહેશે તો 31 મી ઓક્ટોબરે વર્ચ્યુઅલી કેવડિયા ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દીવસની ઉજવણીમાં સંબોધન કરી શકે છે. આ કાર્યક્રમમા હવે પીએમ મોદીની અવેજીમા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, તથા અન્ય મંત્રીઓ હાજર રહે તેવી શક્યતાઓ છે. હવે પ્રવાસીઓ માટે SOU ના ઓનલાઇન ટિકિટના સ્લોટ ફરીથી ખોલી નાખવામાં આવ્યો છે.
દીપક જગતાપ, રાજપીપલા