રાજપીપળા, આરીફ જી કુરેશી
દિલ્હીમાં વકીલો ઉપર પોલીસ દ્વારા થયેલા દમન વિરુદ્ધ નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા દેખાવો.
દિલ્હીમાં પોલીસ અને વકીલો વચ્ચે બનેલા ઘર્ષણના બનાવે ચારો ચોક ચર્ચા જગાવી છે ત્યારે રાજપીપળામાં પણ બાર એસોસિએશન દ્વારા આજે ૬ નવેમ્બરના રોજ નર્મદા જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખશ્રી કુ વંદનાબેન ભટ્ટની આગેવાનીમાં રાજપીપળા કોર્ટમાં વકીલો દ્વારા લાલ પટ્ટી ધારણ કરી દિલ્હી પોલીસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી સમગ્ર ઘટનાનો વિરોધ કર્યો હતો.
આ બાબતે નર્મદા જિલ્લા બાર એસોસિએશન પ્રમુખ કુ. વંદનાબેન ભટ્ટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ દ્વારા જે વકીલો ઉપર દમન કરાયું છે તેને અમે વખોડીયે છે અને આજે તે ઘટનાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે અને જેથી વકીલોની સલામતી જળવાય તેવી માંગ કરી છે.