Proud of Gujarat
FeaturedGujaratINDIA

કુળદેવીની આરાધના : રાજપીપળામાં અનોખી તલવાર આરતી યોજાઇ

Share

તલવારએ રાજપૂતોનું શસ્ત્ર છે. રાજપૂતોમાં તલવારબાજીની કળા દિન પ્રતિદિન વિસરાતી જાય છે. કુળદેવીની આરાધના પણ થાય, તલવારબાજીની કળા જીવંત રહે અને શસ્ત્ર વિષે આજની પેઢી માહિતગાર થાય તે મુખ્ય ઉદ્દેશ્યથી રાજપૂત સમાજના યુવાનો વર્ષ 2014થી રાજપીપળામાં હરિસિદ્ધિ માતાજીના મંદિરે તલવાર આરતી કરે જ છે. રાજપીપળામાં રાજપૂતોએ વેર વાળવા નહિ પણ પોતાની કુળદેવીમાં હરિસિદ્ધિ માતાજીની અનોખી આરતી રૂપી આરાધના કરવા આસો સુદ છઠની નવરાત્રીએ તલવાર ઉઠાવી દિલધડક કરતબ સાથે હરિસિદ્ધિ માતાજીના મંદિરે અદભુત તલવાર આરતી કરી હતી. ત્યારે ત્યાં હાજર ભક્તો પણ આ તલવાર મહાઆરતી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

આ વર્ષે સતત આઠમા વર્ષે નર્મદા,ભરૂચ, વડોદરા સુરત જિલ્લાના 10 થી 40 વર્ષ સુધીના સફેદ વસ્ત્ર અને કેશરી સાફામાં સજ્જ 100 થી વધુ રાજપૂત યુવકોએ સતત 1 કલાક 30 મિનિટ સુધી લાગલગાટ ઢોલ નગારાના તાલે રિધમમાં તલવારના દિલધડક કરતબોથી મહાઆરતી કરતા હાજર હજારો ભક્તો દંગ રહી ગયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકામાં આવેલું બોરભાઠા બેટ ગામની ચુંટણી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે

ProudOfGujarat

કરજણ નજીક ટ્રેલરે કપચી ભરેલા હાઇવા ટ્રકને ટક્કર મારતા કપચી રોડ પર પથરાતા ટ્રાફિક જામ સર્જાયો.

ProudOfGujarat

દિલ્લી જંતરમંતર પર જાહેરમાં બંધારણ સળગાવવા વાળા મનુવાદી અસામાજીક તત્વો પર કડક માં કડક પગલા ભરવા બાબત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!