Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : પ્રેસ કલબ નર્મદા દ્વારા આયોજીત દ્વિદિવસીય નવમો નવરાત્રી શેરી ગરબા મહોત્સવ સંપન્ન.

Share

પ્રેસ કલબ નર્મદા, રાજપીપલા આયોજીત સ્વ. રત્નસિંહ મહિડાના સ્મરણાર્થે અને સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસના ઉપક્રમે યોજાયેલ દ્વિદિવસીય નવમા નવરાત્રી શેરી ગરબા મહોત્સવ – 2021 ની રવિવારે પુર્ણાહુતી કરવામાં આવી હતી.

રવિવાર, તા.10.10.2021, ચોથા નોરતાના બીજે દિવસે નવ દુર્ગા હાઈસ્કૂલના પટાંગણમા

1) સ્ટેશન રોડ, રાજપીપલા
2) વિઠ્ઠલનાથજી મન્દિર,સોનિવાડ, રાજપીપલા
3) નવ દુર્ગા હાઈસ્કૂલ, રાજપીપલા
4) સંસ્કૃતિ યુવા મહિલા મંડળ, કાછીયાવાડ, રાજપીપલા
5) ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહિલા મંડળ રાજપીપલા એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ વિજેતા સ્ટેશન રોડ, રાજપીપલા, બીજા ક્રમે
વિઠ્ઠલનાથજી મંદીર, સોનિવાડ, રાજપીપલા અને ત્રીજા ક્રમે સંસ્કૃતિ યુવા મહિલા મંડળ, કાછીયાવાડ, રાજપીપલા વિજેતા જાહેર થયાં હતા.વિજેતાઓને પ્રથમ વિજેતાને 2001/- રોકડા, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. બીજા ક્રમે વિઠ્ઠલનાથજી મંદીર, સોનિવાડ, રાજપીપલાના વિજેતાને 1501/-રોકડા, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. જયારે ત્રીજા ક્રમે વિજેતા થનાર સંસ્કૃતિ યુવા મહિલા મંડળ, કાછીયાવાડ, રાજપીપલાને 1001/-રોકડા, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. નિર્ણાયક તરીકે મનહરબેન મહેતા, દક્ષાબેન પટેલ, જ્યોતિબેન જગતાપ, અને ફાલ્ગુનીબેન પંડ્યાએ સેવા આપી હતી.

આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, બ્લડ બેન્ક રાજપીપલાના ચેરમેન એન બી મહિડા, નાગરિક બેન્કના એમડી તેજસભાઈ ગાંધી, જાણીતા એડવોકેટ બંકિમ પરીખ, તથા નવદુર્ગા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રીનાબેન પંડ્યા તથા પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપ, તથા મંત્રી આશિક પઠાણ દ્વારા ઇનામ વિતરણ કરાયું હતું. તમામ ભાગ લેનાર બહેનોને પ્રેસ કલબ નર્મદા દ્વારા લ્હાણી આપવામાં આવી હતી. મહાનુભાવોએ છેલ્લા 9 વર્ષથી સતત લુપ્ત થયેલા શેરી ગરબાને જીવંત રાખવાનું કામ કરનાર પ્રેસ ક્લબ નર્મદાને બિરદાવી સુંદર આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ માછીએ કર્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રાજપીપળા : સાગબારા CHC ખાતે જ વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયા હાથ ધરી શકાય તે માટે અદ્યતન સામગ્રી સાથે ઉભુ કરાશે ઓપરેશન થિયેટર.

ProudOfGujarat

હાલોલ નગરમાં પણ રક્ષાબંધન ભાઈ- બહેનના પવિત્ર તહેવારને લઈ હાલોલ નગરના બજારોમાં ભીડ જોવા મળી.

ProudOfGujarat

ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં આવતીકાલથી પાણી પુરવઠો આ સમયે આપવામાં આવશે, વાંચો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!