Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનું આયોજન.

Share

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું છે. બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે માતાજીની આરતી સાથે બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભારંભ કરાયો છે.

જેલોના વડા ડો. કે.એલ.રાવની સૂચના અને માર્ગદર્શન હેઠળ જેલમાં બંદીવાનોના માનસ પરિવર્તનના ભાગરૂપે ” આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિતે નવરાત્રી મહોત્સવ નિમિતે ગરબાનું આયોજન કરવા સૂચના થતાં રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોની બેરેકમા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. બંદીવાનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. ઇન્ચાર્જ અધિક્ષક એલ.એમ. બારમેરા દ્વારા માતાજીની આરતી કરી બંદીવાનો વચ્ચે નવરાત્રીનો શુભ આરંભ કરવામાં આવતા જેલમા ધાર્મિક વાતાવરણ ઉભું થયું હતું.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

એક કિલોમીટર કાદવ કીચડ ખુદીને પણ ભક્તોએ માં નર્મદા નદીમાં દશામાંને વિદાય આપી…

ProudOfGujarat

વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિશ્વ સંરક્ષણ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં હસ્તે બેંક સખીઓને વિનામૂલ્યે બાયોમેટ્રિક ડિવાઈસનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!