ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 17 સેમીનો વધારો થયો છે. હાલ ડેમની સપાટી વધીને 126.09 મીટરે પહોચી છે.
સરદાર સરોવર નર્મદા ડેમ હાલ સતત વરસાદી આવકને પગલે 63.70%ડેમ ભરાયોછે.સતત વરસાદને કારણે ડેમનું પાણી ડેમના દરવાજાથી 4.17 મીટર ઉપરવહી રહ્યું છે.હવેનર્મદા ડેમ 12.59 મીટર ભરવાનો બાકી છે.હાલ આજે સવારના 10 વાગ્યાનું ડેમ લેવલ 126.09 મીટરે પહોચ્યું છે.છેલ્લા એક કલાકમાં પાણીની આવક 23 હજાર ક્યુસેક એટલે કે 6.53 લાખલિટર પ્રતિ સેકંડે થઈ રહી છે.નર્મદા ડેમનું ફૂલ ડેમ લેવલ 138.68 મીટર (455 ફૂટ) છે જયારે કોંક્રિટ સુધી ટોટલ લેવલ 121.92 મીટર (400 ફૂટ)છે જે ડેમ આ સપાટી વટાવી ચુકી છે ડેમના 30દરવાજા લગાડેલા છે. જે દરવાજા ની ઊંચાઈ અને 16.76 મીટર(55 ફૂટ)દરવાજાની પહોળાઈ :- 18.30 મીટર(60 ફૂટ)છે
હાલ કેનાલમાં 50 મેગાવોટનું એક ટર્બાઇન ચાલુ છે. જયારે રીવર બેડ પાવર હાઉસના ૨૦૦ મેગાવોટના એક પણ ટર્બાઇન ચાલુ નથીહાલ બન્ધ છે. નર્મદા ડેમમાં ઉપરવાસના સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.24કલાકમાં 27સેમી નો વધારો નોંધાયો છે.હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 22978 ક્યુસેક છે જયારે 4932 ક્યુસેક જાવક થઈ રહી છે.
દીપક જગતાપ, રાજપીપલા