નસવાડી એક્લવ્ય તિરંદાજી એકેડેમીના પાંચ તિરંદાજો રાષ્ટ્રીયકક્ષાએ પસંદગી પામ્યા છે .હવે 1/10/2021 ના રોજ ઝારખંંડ જમશેદપુર ખાતે રમવા જશે.
પ્રાપ્ત માહિતિ અનુસાર તારીખ: 1/10/2021 થી 10/10/2021 દરમ્યાન ઝારખંંડ જમશેદપુર ખાતે યોજાનાર સિનિયર વિભાગ ઓલ ઇંડિયા તિરંદાજી સ્પર્ધામાં એકલવ્ય એકેડેમીના ૫ ( પાંચ ) તિરંદાજો ભાગ લેવા જ્શે. જેમા કમ્પાઉંડ વિભાગમાં આંતરરાષ્ટ્રીય ખેલાડી પાયલબેન રાઠવા ભાઇઓ વિભાગમાં રાઠવા મુકેશભાઇ રેલીયાભાઇ, ભીલ મુકેશભાઇ, સામજીભાઇ અને રીકર્વ વિભાગમાં ડું.ભીલ અશ્વિનભાઇ મોગીયાભાઇ વસાવા, કમલેશભાઇ સંજયભાઇ આમ કુલ પાંચ ખેલાડીઓ ગુજરાત રાજયની ટીમમાં પ્રતિનિધિત્વ કરશે એકલવ્ય તિરંદાજી એકેડેમીના સ્થાપક રાષ્ટ્રીય વિજેતા તિરંદાજ તિરંદાજી એસોસીએશન ઓફ ઇન્ડીયાના જોઇન્ટ સેક્રેટરી દિનેશભાઇ ભીલના જણાવ્યા અનુસાર ખેલાડીઓ પેરીસ ખાતે ૨૦૨૪ માંં યોજાનાર ઓલમ્પિકની રમતોમાં પસંદગી થવા રાત દિવસ તનતોડ રોજની 10 કલાક જેટલી મહેનત કરે છે.
એકલવ્ય તિરંદાજી એકેડેમીએ અત્યાર સુધી 100 જેટલા રાષ્ટ્રીયકક્ષાના મેડલો મેળવી ચુક્યા છે બે ખેલાડી આંતરરાષ્ટ્રીયકક્ષાએ ભાગ લઇ ચુક્યા છે. એક્લવ્ય તિરંદાજી એકેડેમી ગુજરાત રાજયમાં તિરંદાજી રમતનું જન્મ સ્થળ છે જેના જન્મદાતા ધોર્ણાચાર્ય દિનેશભાઇ ભીલ છે. નસવાડી એકેડેમીના કારણે અનેક યુવાઓ સરકારી નોકરીમાં રમત ગમત કોટામાં 100 જેટલાં ભરતી થયા છે. મન હોય તો માળવે જવાય કહેવત આદિવાસી ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ યોગ્ય અનુકુળ વાતાવરણ પુરુ પાડવાનું કામ એકલવ્ય તિરંદાજી એકેડીમીએ કર્યુ છે જમશેદપુર ખાતે યોજાનાર તમામ ભાગ લેનાર ખેલાડીઓ વિજેતાબની છોટાઉદેપુર અને ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તે માટે શુભકામનાઓ પાઠવી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા