નાંદોદ તાલુકાના ધારાસભ્ય પી.ડી વસાવાએ વિધાનસભામાં ગુજરાતની કોલેજોના શિક્ષણ અને ભરતી પ્રશ્ને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં આદીવાસી વિસ્તારમાં આવેલી ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં ઘણા વર્ષોથી પ્રાધ્યાપકોની જગ્યા ખાલી હોવાનું જણાવી ઘણી કોલેજોમાં ગ્રંથપાલની જગ્યાઓ પણ ભરાઈ નથી, મોટે ભાગની કોલેજોમાં તો સામાન્ય કારકુન લાઈબ્રેરી ચલાવતા હોવાની ચોકાવનારી વિગતો સરકારના ધ્યાને લાવી રજૂઆત કરી હતી.
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ ગુજરાતની કોલેજોમાં રહેલી ઘણી ત્રુટિઓ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો. નાંદોદ તાલુકાના ધારાસભ્ય પી ડી વસાવાએ વિધાનસભાના પ્રશ્નોતરી કાળમાં જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં આવેલી કોલેજોમાં પ્રાધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળતું નથી એ બાબતે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ.
ગુજરાત વિધાનસભામાં ગુજરાત ખાનગી યુનિવર્સીટી સુધારા વિધેયક 2021 નેસંદર્ભે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. પરંતુ સાથે સાથે શિક્ષણમાં રહેલી તૃટીઓ બાબતે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. એમણે જણાવ્યું હતું કે આદીવાસી વિસ્તારમાં આવેલી ખાનગી, ગ્રાન્ટેડ અને સરકારી કોલેજોમાં ઘણા વર્ષોથી પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે, જેથી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળતું નથી એ બાબતે સરકાર ગંભીરતાથી વિચારે. ઘણી કોલેજોમાં ગ્રંથપાલની જગ્યાઓ પણ ભરાઈ નથી, મોટે ભાગની કોલેજોમાં તો સામાન્ય કારકુન લાઈબ્રેરી ચલાવે છે. દરેક વિભાગમાં કોન્ટ્રાકટ પદ્ધતિ ચાલે પણ ગુણવતા યુક્ત શિક્ષણ આપવું હોય તો શિક્ષણ વિભાગમાં એ બિલકુલ ન ચાલે. જે દેશમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ હોય એ દેશ કોઈ દિવસ પાછો પડતો નથી.
એમણે જણાવ્યું હતું કે ગુજરાતની કોલેજોમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ આપતા પ્રાધ્યાપકોની જરૂરિયાતો પર સરકારે વિચાર કરવો જોઈએ. જે પ્રાધ્યાપક સર પલ્સ થાય એમને ગમે તે કોલેજમાં દાખલ કરવા, સળંગ 5 વર્ષ નોકરીના સમયગાળાને કાયમી નોકરીના સમયગાળામાં ગણતરી કરવી જોઈએ. કોલેજના એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 80 થી 100 હોય છે, એની જગ્યાએ 150 થી 160 થાય એટલે જ પ્રાધ્યાપકો સર પલ્સ થાય છે. આ તમામ બાબતે સરકારે વિચારવું જોઈએ એમ જણાવ્યું હતું
દીપક જગતાપ, રાજપીપલા