રાજપીપળા :આરીફ જી કુરેશી
નર્મદા જીલ્લો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વમાં નામ મેળવી રહ્યો છે. પરંતુ રજાઓમાં આવતા પ્રવાસીઓની સંખ્યા અતિશય વધુ હોવા છતાં સરકાર પોલીસ સહિત અન્ય સુવિધાઓમાં ખાસ વધારો કરતી ન હોય ફક્ત આવક ઉભી કરવા તત્પર હોય ત્યારે સ્ટેચ્યુ પર આવતા પ્રવસીઓ તેનો ભોગ બને છે.જેમાં શનિવારે એક છકડો પલ્ટી ખાતા એક બાળકીનું મોત થયું બાદ રવિવારે એક પ્રવાસીના ખીસ્સામાંથી હજારો રૂપિયા અને જરૂરી દસ્તાવેજો સાથેનું પાકીટ કોઈ તફડાવી ગયું હતું.
હાલ દિવાળી વેકેશન અને શનિ રવિવારની રજાના કારણે સ્ટેચ્યુ ઉપર પ્રવાસીઓની સંખ્યા ખૂબ વધુ હોય જેમાં કેટલાક ઉઠાવગીરી પોતાની હાથ સફાઈ કરી જતા હોય તેવોજ એક બનાવ રવિવારે સ્ટેચ્યુ પર બન્યો જેમાં ગોધરાથી આવેલા એક વેપારી સતીષભાઇ વાસુદેવભાઇ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના કંપાઉંડ માં આવેલ ફૂડ કોર્ટમાં બપોરના એકાદ વાગેના અરસામાં નાસ્તો કરવા માટે ગયા અને નાસ્તો કરી પરત ફૂડ કોર્ટમાંથી બહાર નિકળતા ત્યાં ગીર્દી વધારે હોઇ ગીર્દીમા આ તેમના પેન્ટના પાછળના ખીસ્સામાનું પાકીટ કોઈ ચોરી કરી લઇ ગયો હતો જેમાં આશરે રૂ.૧૫,૦૦૦/- રોકડા તથા ડ્રાઇવિંગ લાયસંસ,પાન કાર્ડ,આધારકાર્ડ તથા વિદેશી ચલણના થાઇલેન્ડ કરન્સીના કુલ ૩૫૦/- બાત તથા બીજા ડોક્યુમેંટની નકલો હતી તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતા ઘણી શોધખોળ કરી પરંતુ હાથ સફાઈ કરનાર ત્યાંથી રફુચક્કર થઈ જતા આ પ્રવાસીએ હજારોની માલમત્તા ગુમાવી ત્યારબાદ કેવડિયા પો.સ્ટે.માં ફરિયાદ કરી હતી.