ગણેશ વિસર્જન લોકો નદીમાં કરી દેતા હોય છે. નદીમાં ઓછું પાણી કે ગંદુ પાણી હોય તો પણ પરંતુ રાજપીપલાની સેવાભાવી ગ્રુપ મિત ગ્રુપના યુવાનોએ આનો વિચાર કરી રાજપીપલા અને આજુબાજુના ગામોના 450 ગણેશ મૂર્તિઓ રાજપીપલા કરજણમા પાણી ચોખ્ખું ન હોવાથી પર્યાવરણનો વિચાર કરી રાજપીપલાની કરજણ નદીને પ્રદુષિત થતી બચવવા કરજણમા વિસર્જન ન કરતા ચાણોદ જઈને નર્મદામા નાવડી દ્વારા 450 ગણેશ મૂર્તિઓનું અનોખી રીતે વિસર્જન કર્યું હતું.
જેમાં ગણપતિ વિસર્જનને દિવસે રાજપીપલા તથા ચાણોદ મિત ગ્રુપ દ્વારા પવિત્ર નર્મદા નદીમાં લગભગ 450 જેટલી નાની મોટી મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યું. કરજણ નદીનુ પાણી ચોખ્ખુ ન હોવાથી પવિત્ર ગણેશજીની મૂર્તિનું વિસર્જન નર્મદા નદીમા થાય તેમ વિચારી રાજપીપલા મિત ગ્રુપ પ્રમુખ જીગ્નેશભાઈ વસાવાએ લોકોની આસ્થાને ધ્યાનમા લઈ પવિત્ર માં નર્મદા નદીમાં વિસર્જન કરવાનું વિચાર્યું જેમાં ભક્તોને પણ ઉત્સાહ આવ્યો અને રાજપીપલા નગરીથી ઠેર ઠેરથી નાની મોટી થઈ 450 જેટલી મૂર્તિઓ આવી અને પવિત્ર નદીમાં ચાણોદ મિતગ્રુપના સપોર્ટથી નાવડીમાં વચ્ચે લઈ જઈ વિસર્જિત કરી ગણપતિ બાપ્પાના અને માં નર્મદાને પ્રાર્થના કરી સૌનું દુઃખ હરજો આવતા વર્ષે જલ્દી આવજો.
જ્યોતિ જગતાપ, રાજપીપલા