નર્મદામા જાહેર સ્થળોએ ઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા માટે હવે ફરજીયાત બનાવાયું છે. હવેથી તમામ હોટલ/ગેસ્ટવ હાઉસ, મોટા રેસ્ટોહરન્ટિ, બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેલક્સ થિયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લા્ઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સિસ્ટોમ સાથે લગાડવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી કરાયેલું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા ધ્વારા નર્મદા જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટલ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેંકીંગ સંસ્થા ઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીસપ્લેક્સ થિયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા (નાઇટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સિસ્ટીમ સાથે લગાડવા જાહેરનામામાં દર્શાવ્યા મુજબની સૂચનાઓને અનુલક્ષીને જરૂરી વ્યવસ્થા કરવા હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૫/૦૯/૨૦૨૧ના ૦૦.૦૦ કલાકથી તા.૧૩/૧૧/૨૦૨૧ ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશે.
આ જાહેરનામામાં દર્શાવ્યા મુજબ જીલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટો રન્ટ્, બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેકસ થીયેટર, લોજીંગ-બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો, પેટ્રોલ પંપો તથા હોટલો ઉપર તથા હાઇવે ઉપર આવેલ તમામ ટોલ પ્લાઝાઓ ઉપર વાહનનો રજીસ્ટ્રેશન નંબર સ્પશષ્ટક રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યકિતનું વીડીયો રેકોર્ડીંગ થઇ શકે તેમજ બેંકિંગ સંસ્થાઓ, આંગડીયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતા-જતા તમામ વ્યકિતઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા, નાઇટ વિઝન કેમેરા હાઇ ડેફીનેશન સાથે ગોઠવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા (નાઇટ વિઝન તથા હાઇડેફીનેશન) વિથ રેકોર્ડીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવાની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછો ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાની જવાબદારી જે તે જગ્યાના સંચાલકની રહેશે. ઉપરોકત જણાવેલ સ્થળોની બહારના ભાગે પી.ટી.ઝેડ. કેમેરા ગોઠવવા. ઉપરોકત જણાવેલ સ્થળોના પાર્કિંગની જગ્યાઓમાં સંપૂર્ણ જગ્યાાનું કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા. રીસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે પ્રવેશ હોય ત્યાક તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય એ રીતે કેમેરાઓ ગોઠવવાના રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતની કલમ – ૧૮૮ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા