સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમા સારો વરસાદ થવાથી નર્મદા ડેમમાં ક્રમશ: નવા નીર આવી રહ્યા છે. ગુજરાતમા પણ સારો વરસાદ થઈ રહ્યો છે જેને કારણે નર્મદા ડેમમાં ક્રમશ: સતત વધારો થઈ રહ્યો છે જે ગુજરાત માટે સારા સમાચાર છે.
છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 19 સે.મી. વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની સપાટી 121.06 મીટરે પહોંચી છે. હાલ ઉપરવાસમાંથી 22,797 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જયારે જાવક 8404 ક્યુસેક નોંધાઈ છે. ડેમનો ગ્રોસ સ્ટોરેજ 5110.04 મિલિયન ઘન મીટર છે.
હાલ નર્મદા ડેમની સપાટી 121.06 મીટર થઈરહી છે.નર્મદા ડેમ રુલ લેવલથી 121.92 મીટરની સપાટીથી 86 CM દૂરરહી ગઈ છે. હાલ ડેમમાં પીવાના અને સિંચાઈ માટે પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે.
Advertisement
દીપક જગતાપ, રાજપીપલા