Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જીલ્લામાં સતત ભારે વરસાદને કારણે તમામ ડેમની સપાટી વધી.

Share

છેલ્લા ચાર દિવસથી નર્મદા જિલ્લામા સારો વરસાદ થઈ રહ્યો છે જે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય. સતત ભારે વરસાદને કારણે નર્મદાના તમામ ડેમોની સપાટી વધી રહી છે.

નર્મદા જિલ્લામા છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં-૫૩ મિ.મિ. (બે ઇંચ )અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૦૧ મિ.મિ. વરસાદ નોંધાયો છે. જ્યારે સાગબારા તાલુકામાં–૩૭ મિ.મિ.(દોઢ ઇંચ) નાંદોદ તાલુકામાં-૩૧ મિ.મિ.(દોઢ ઇંચ) અને તિલકવાડા તાલુકામાં-૧૫ (પોણો ઇંચ) મિ.મિ. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ-૭૩૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૦૧૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૮૭૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો-૬૯૯ મિ.મિ સાથે તૃતિય સ્થાને, સાગબારા તાલુકો-૫૯૬ મિ.મિ. સાથે ચોથા સ્થાને અને ગરૂડેશ્વર તાલુકો-૫૦૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

Advertisement

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી-૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૯.૭૦ મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૯.૭૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૮ મીટરની સામે-૧૮૩.૭૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૪૧ મીટરની સામે-૧૮૩.૮૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી-૩૧.૦૯ મીટરની સામે ૧૩.૯૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

નર્મદાડેમની સપાટીમા છેલ્લા 24 કલાકમાં 31 સેમી વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 119.72 મીટર નોંધાઈ છે. હાલ નર્મદા ડેમ ઓવરફ્લો સપાટીથી 19 મીટર દૂર છે. તો કરજણ ડેમની સપાટી પણ 24 કલાકમાં 41 સેમી વધી છે. હાલ ડેમની સપાટી 109.77 મીટર નોંધાઈ છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજપારડી અને ઝઘડિયા પોલીસ મથકોના ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

ProudOfGujarat

પાટણ-રાધનપુરના ભાડીયા ગામ પાસે 108 એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત….

ProudOfGujarat

નડિયાદમાં મિશન રોડ પર ડીઝલ જનરેટર ટ્રોલીમાં લાગી આગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!