Proud of Gujarat
FeaturedGujaratINDIA

કેવડિયા : છ પોકેટમારોને ઝડપી પાડતી નર્મદા એસ.ઓ.જી તથા પેરોલ ફલૉ પોલીસ

Share

કેવડિયા વિસ્તારમાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ દેશ વિદેશના હજારો પ્રવાસીઓ આવતા હોય ત્યારે આવી ભીડ-ભાડ વાળી જગ્યામાં પોકેટ મારી જેવી પ્રવૃતિ અને ગુનાખોરી અટકાવવા પો.અધિ.શ્રી નર્મદાની સૂચના અન્વયે પોલીસની વિવિધ ટીમો કાર્યરત હોય અને સધન પેટ્રોલીંગ કરતી હોય તેવા સમયે મળેલ બાતમીના આધારે રેવા ભવનની બાજુમાં કેવડિયા ગામ પાસે આવેલ પાર્કિંગમાં એક તવેરા ગાડી નં.GJ-06-AT-7216 ને કર્ડિન કરી રેડ કરતાં 6 ઇસમો ગાડીમાં હોય તેઓને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેઓએ ગુજરાત તેમજ ગુજરાત બહાર ભીડભાડવાળી અને ધાર્મિક જગ્યાઓમાં ગુનાખોરી કરી પોકેટ મારી કરતાં હોવાની કાબૂલાત કરી હતી અને પોલીસે રોકડ, મોબાઈલ નંગ-5, તવેરા ગાડી સહિત રૂ.4,90,305/- નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ આરોપીના નામ (1) કાનજી લક્ષ્મણભાઈ વાધરી (2) અશોકભાઇ ચતુરભાઈ વાધરી (3) મનોજભાઇ રમેશભાઈ દાત્તાણી (4) અજયભાઈ ધૂળાભાઈ મારવાડી (5) નરેંદ્ર ઉર્ફે ડમ્પુ સુભાષચંદ્ર શર્મા (6) મનોજભાઇ પુનમભાઈ સોલંકી

ગૌતમ વ્યાસ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ગોવાલી અને કરાડ ગામે મારામારીની બે અલગઅલગ ઘટનાઓમાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ….

ProudOfGujarat

ઝઘડીયાના ઉમલ્લા ખાતે ટીમ મોદી સપોર્ટર સંઘ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લીંબડી તળાવમાં નવા નીરના પધરામણા થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!