Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : શૂલપાણેશ્વર નર્મદા ઘાટના બાંધકામ અન્વયે ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા વાહનવ્યવહારનો રૂટ ડાયવર્ઝન કરાયો.

Share

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (બી) તથા આમુખ-૩ અન્વયે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા શૂલપાણેશ્વર નર્મદા ઘાટના બાંધકામ અન્વયે ભાણદ્રાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગમાં આવતો વાહનવ્યવહાર તા.૦૯/૦૯/૨૦૨૧ થી તા.૧૫/૦૯/૨૦૨૧ સુધી નીચે મુજબ રૂટ ડાયવર્ટ કરવા અંગે હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૦૯/૦૯/૨૦૨૧ થી તા.૧૫/૦૯/૨૦૨૧ સુધી કરવાની રહેશે.

જેમાં ગોરા ગામ તરફ જતા-આવતા વાહનોએ ભાણદ્રા ચોકડીથી ગોરા તરફ આવવા તેમજ જવા માટે મધ્યમાં વસવાટ કરતા ગામો ભાણદ્રા, મોટા આંબા, ભીલવશી, બોરીયા, મોટા/નાના પીપરીયા, વસંતપુરા ગામનાઓએ કેવડીયા કોલોની થઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવા જવા માટે ભાણદ્રા ચોકડી થઇ અકતેશ્વર ત્રણ રસ્તા થઇ ગરૂડેશ્વર થઇ કેવડીયા કોલોની બહાર જઇ શકશે તેમજ SOU તરફ જઈ શકશે.

Advertisement

તેવી જ રીતે, મોખડીથી ગોરા તરફ આવવા તેમજ જવા માટે મધ્યમાં વસવાટ કરતા ગામો ગોરા કોલોની, નાના/ મોટા થવાડીયા, મોખડી, ઝરવાણી, કડવામુહડા ફળિયું, ગળતી ફળિયું, ધીરખાડી ગામનાઓએ કેવડીયા કોલોની તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવવા તેમજ બહાર જવા માટે ગોરા નવા બ્રીજ થઇ કેવડીયા કોલોની તરફ જઇ શકશે તેમજ SOU તરફ જઈ શકશે.

તદઉપરાંત, રાજપીપલાથી તેમજ આજુબાજુના વિસ્તાર ખાતેથી કેવડીયા તથા SOU ખાતે આવવા તેમજ જવા માટે ભાણદ્રા ચોકડી, અકતેશ્વર ત્રણ રસ્તા થઇ ગરૂડેશ્વર થઇ કેવડીયા કોલોની તરફ જઇ શકશે તેમજ SOU તરફ જઈ શકશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઊંઝામાં ઉમિયા માતાજીની પરંપરાગત નગરયાત્રા યોજાઇ.

ProudOfGujarat

ગોધરા : શૈલેષભાઈ ઠાકરની સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના રાજ્ય કક્ષાના ઉપપ્રમુખ મધ્ય ઝોનના ઇન્ચાર્જ તરીકે વરણી.

ProudOfGujarat

બોટાદ લઠ્ઠાકાંડમાં સંડોવાયેલ જટુભા રાઠોડ વડોદરાના સાવલીથી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!