Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા સહીત નર્મદામાં આજથી ગણેશ મહોત્સવનો રંગેચંગે પ્રારંભ.

Share

રાજપીપલા સહીત નર્મદામા આજથી ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ થયો છે. કોરોનાને લીધે બે વર્ષ વર્ષ પછી ગણેશ ઉત્સવ ઉજવવાની પરવાનગી મળતાં ગણેશ ભક્તોમા ભારે આંનદ ઉત્સાહ આજે જોવા મળ્યો છે. આજે ભક્તોએ ઘરોમાં માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી કોરોના ગાઈડલાઈનનું પાલન કર્યું હતું. રાજપીપલા સહીત નર્મદામા આજે 1000 થી વધુ ગણેશ મૂર્તિઓનું સ્થાપન થયું હતું, આજે રાજપીપલાના મૂર્તિ બજારમાં વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ટેમ્પા ટ્રેક્ટર વાહનોમાં મૂર્તિ લઈ જઈ ગણેશ મંડપોમા ગણેશજીની કોરોનાની ગાઈડલાઈન સાથે સ્થાપના કરી હતી.

ચાર ફૂટની ગણેશ પ્રતિમાના સ્થાપનની મંજૂરીથી ગણેશ ભક્તોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. રાજપીપલા તેમજ આજુબાજુના વિસ્તારમાં ગણેશ યુવક મંડળમા અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો. કોરોના મહામારીના પગલે ગત વર્ષે સાર્વજનીક ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે કોરોના કેસમા ઘટાડો થતા સરકાર દ્રારા ગણેશ ઉત્સવને સરકારની ગાઈડલાઈન સાથે સાર્વજનીક ગણેશ ઉત્સવમાં પંડાલોમાં ૪ ફુટની પ્રતિમાઓની સ્થાપનાની પરવાનગી આપવામાં આવી છે.

આજે ભાદરવા સુદ ચોથના દિવસથી શ્રીજી મહોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે વિવિધ વિસ્તારોના યુવક મંડળો દ્વારા તૈયારી શરૂ કરવામા આવી હતી. શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમા પણ ગણેશ ઉત્સવને ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રીજીના આગમન થતાં પંડાલોમા તથા ઘરોમાં ડેકોરેશન કરવામાં અંતીમ ઓપ આપી ગણેશજીનું સ્થાપન વિધિવત કર્યું હતું. તંત્ર દ્રારા કોવિડ ગાઈડલાઈન મુજબ ઉજવણી થાય તેની જાહેરાત કર્યા પછી માસ્ક સોસીયલ ડિસ્ટન્સ અને ઓછી ભીડ સાથે રાજપીપલા સહિત નર્મદામા આજથી રંગેચંગે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના સંજાલી ગામે ઉપ સરપંચ તરીકે અનામિકાબેન દેસાઇ નિમાયા.

ProudOfGujarat

અંકલેશ્વર- સટ્ટાબેટિંગ ના જુગાર રમતા એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

રાજપીપળાના નવા ફળીયાની મસ્જિદ પાસે ધ્વજવંદનની આન બાન શાનથી ભવ્ય ઉજવણી કરાઈ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!