Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : કોરોના કાળમાં નર્મદાના દિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ સેવા દિવસ ઉજવ્યો.

Share

કોરોના કાળમા નર્મદાના દિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને પ્રેસ ક્લબ નર્મદાએ દિવંગત પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા રાજપીપલા ખાતે સેવાદિવસ ઉજવ્યો હતો. જેમાં રાજપીપલા સિવિલ હોસ્પીટલ ખાતે દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ કર્યું વિતરણ કરાયું હતું.

પ્રેસ ક્લબ નર્મદાના રાજપીપલા ખાતે સિવિલ હોસ્પીટલમાં 80 થી વધુ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ વિતરણ કરી પ્રેસ ક્લબના ત્રણ દિવંગત પત્રકારો સ્વ. યોગેશ સોની, સ્વ. સતીશ કપ્તાન, અને યોગેશ વસાવા ત્રણે સદસ્યોની સ્મૃતિમા શ્રદ્ધાંજલિના ભાગ રૂપે આજે સેવા દિવસ ઉજવી દિવંગત પત્રકાર સદસ્યોને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે પ્રેસ ક્લબ નર્મદાના પ્રમુખ દીપક જગતાપ, મંત્રી આશિક પઠાણ, ઓડિટર જ્યોતિ જગતાપ અને સદસ્ય વિપુલ ડાંગીએ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનુ વિતરણ કરી દર્દીઓના ખબર અંતર પૂછી તેમને જલ્દી સાજા થવાની શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમા નર્મદાના ત્રણ દિવંગત યુવા પત્રકારોના અવસાન થતાં સદગતના માનમાં નર્મદાના કૂનબાર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રેસ ક્લબ નર્મદાના સર્વે પત્રકાર સદસ્યોએ પુષ્પાંજલિ અર્પી મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે પ્રેસ ક્લબના ત્રણે સદ્દગત પત્રકારોની સ્મૃતિમા જિલ્લના તમામ તાલુકા મથકોએ હોસ્પિટલમા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજપીપલા ખાતે સિવિલ હોસ્પિટલમાં દરેક વોર્ડમા પહોંચી ફ્રૂટ અને બિસ્કિટનુ વિતરણ કર્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચનાં હાઇવે ઉપર માંચ ગામનાં પાટિયા પાસે આનંદ હોટલ પાછળનાં ભાગે શેરડીનાં ખેતરમાં જુગાર રમતા પાંચ શકુનિઓને પકડી સવા લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર- ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાનનું ગંભીર મોત નીપજ્યું…

ProudOfGujarat

વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી લેવાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!