નર્મદા જિલ્લો પ્રકૃતિ અને વન સંપદા માટે જાણીતો છે. એમાં એક યશ ક્લગીનું પીછું કેવડાએ ઉમેર્યું છે. હા, નર્મદા જિલ્લામા પુષ્કળ કેવડા થાય છે. કેવડો એક વિશાળ કાંટાવાળા ઝાડ પર થાય છે. કેવડો એક પ્રકારનું સુગંધિદાર ફૂલ છે જેનું મહત્વ કેવડાત્રીજના દિવસે જ હોય છે. કેવડાત્રીજને દિવસે ભગવાન શંકરને રિઝવવા કેવડો ચઢાવાય છે. કેવડાત્રીજ હવે માંડ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કેવડાની માંગ વધી જવા પામી છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું નાનકડું ગામ છે વેરીસાલપરા આ ગામમા કેવડાનું જંગલ આવેલું છે. બાપ દાદા વખતથી કુદરતી રીતે ઉગી નીકળેલા કેવડા આજે ફુલ્યા ફાલ્યા છે. અહીં કેવડાનું વિશાળ જંગલ આવેલું છે. જે સમગ્ર ગુજરાતને કેવડો પૂરો પાડે છે. જોકે નર્મદા જિલ્લામા ચાલુ વર્ષે ઓછો સારો વરસાદ થતા કેવડાના ફૂલ ઉત્પાદનમા ઘટાડો થતાં કેવડાના ભાવમાં વધારો થયો છે.
નાંદોદ તાલુકાના વેરીસાલપરા ઉપરાંત જેતપુર અને દેડીયાપાડાના જન્ગલો મા પણ થોડા ઘણા કેવડા થાય છે. અહીં કેવડા આદિવાસીઓ માટે કેવડા રોજગારીનું સાધન બન્યું છે. કેવડાત્રીજના 15 દિવસ પહેલા આદિવાઓ કેવડા તોડવાનું શરૂ કરે છે અને વેપારીઓને વેચી સારી એવી રોજગારી મેળવે છે.
ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, વલસાડ, સુરતથી એડવાન્સમા કેવડાનો ઓર્ડર આપી વેપારીઓ કેવડા લેવા નર્મદામા આવે છે. આમ તો 50 રૂપિયે વેચાતા કેવડાનું ચાલુ સાલે ઉત્પાદન ઓછું હોવાથી કેવડાના ભાવ ઊંચા ગયા છે. હાલ એક મોટા કેવડાનો ભાવ 150 થી 200 રૂપિયે વેચાય છે.
કેવડાત્રીજના દિવસે ચડાવાતો કેવડો શિવજીને પ્રિય હોવાથી કેવડાત્રીજને દિવસે કેવડાની ભારે માંગ હોય છે.
આદિવાસીઓના જણાવ્યા અનુસાર કેવડો તોડતા આદિવાસીઓને કાંટા વાગવાનો સૌથી મોટો ડર હોય છે. કેવડાના કાંટા ના વાગે તે માટે આદિવાસીઓને હાથ મોજા પહેરવા પડે છે. અને માથા સુધી ઓઢેલ જાડા કપડાંવાળું જેકેટ પહેરવું પડે છે. એ માટે માટે કેવડા તોડવાની અનોખી અને જોખમી કળા આદિવાસીઓએ શીખી લીધી હોય છે. કેવડાને પૂષ્કળ કાંટા હોવાથી કેવડા તોડવાનું કામ કઠીન હોય છે, તેમ છતા કેવડા તોડવામાં માહીર
હોય તેવા કારીગ૨ આદિવાસીઓ આસાનીથી કેવડા તોડી લાવે છે પણ કાંટા તો વાગે છે પણ તેની પરવા કરતા નથી. અહી સાપનો
પણ ભય હોય છે
કેવડાત્રીજના આગલે દીવસે રાજપીપળામા પૂજા માટે વપરાતા કેવડાના ફૂલોનું ધૂમ વેચાણ થાય છે. રાજપીપળાના ફૂલ બજારમા કેવડા અને ફૂલપત્રીનો ઢગલો નવો માલ ખડકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેવડાત્રીજના દિવસે પોતાના પતિના દીર્ધાયુ માટે ભગવાન શંકરની ભારે શ્રધ્ધા અને
ભકિતભાવપૂર્વક પૂજા કરતી અખંડ સૌભાગ્યવતી મહીલાઓની પૂજામા કેવડા પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ છે, ભગવાન શિવજીને અતિપ્રિય એવા સુગંધીદાર કેવડાનું નર્મદા જિલ્લામા ભરપુર ઉત્પાદન થાય છે. વેપારીઓનું કહેવું છે કે લોકોની શ્રધ્ધા અને ભકિતભાવ વધતા જાય છે, સૌભાગ્યવતી મહીલાઓની કેવડાત્રીજ પૂજન વ્રત કરનારની મહીલાનોની સંખ્યા વધતી જાય છે. એટલુ જ નહી કેવડાનો વધારે ઉપયોગ સુગંધીદાર અગરબત્તી તેમજ અત્તર બનાવવામાં વધારે ઉપયોગ થતો હોઇ કેવડાની ડીમાન્ડ વધી છે, નર્મદાના કેવડા મોટા અને સારા હોવાથી તેમજ ઓર્ડર પ્રમાણે તરત જ મળી જતા હોવાથી નર્મદાના કેવડાની ભારે માંગ છે. તો બીજી તરફ વેરીસાલપુરાના આદિવાસીનો માટે કેવડા રોજગારીનું સાધન ગણાતુ હોવાથી ગુજરાતના ખૂણે ખૂણેથી વેપારીઓ કેવડાના ફુલોની ખરીદી કરતા હોવાથી આદિવાસીનોને ચાંદી થઇ જાય છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા