Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : પવિત્ર શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે નર્મદાનાં શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા.

Share

રાજપીપળા ખાતે આવેલ રાજેશ્વર મહાદેવ મંદિરમાં આજે છેલ્લા શ્રાવણ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. બીલીપત્ર અને દૂધનો અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આજે મંદિરમાં શ્રાવણનાં છેલ્લા સોમવારે ત્રણ પ્રકારના જુદા જુદા આકારના પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. જેનું પૂજન કરી આજે કરજણ નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં પાર્થેશ્વર શિવલિંગ પૂજાની દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આજે પાર્થેશ્વર શિવલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરમાં ભગવાનને થાળ પણ ધરાવવામાં આવ્યો હતો. છેલ્લા સોમવારે રાજપીપળા સહિત નર્મદાના શિવાલય ઓમ નમઃ શિવાલયો ૐ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠયા હતા.

જેમાં નાંદોદ તાલુકાના જીત નગર ગામે નંદીકેશ્વર મહાદેવના મંદિરે પણ પાર્થેશ્વર શિવલિંગના દર્શન કરવા ભક્તો ઉમટ્યા હતા. મહાદેવને શણગાર પણ કરવામાં આવ્યો હતો. નર્મદાના તટે ગોરા શુલ પાણેશ્વર મહાદેવના મન્દિરે સવા લાખ બીલી ભક્તોએ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

જ્યોતિ જગતાપ રાજપીપળા

Advertisement

Share

Related posts

મહિલા સશક્તિકરણ પખવાડિયું અભયમ મહિલા હેલ્પલાઇન, ગોધરા દ્વારા મહિલા સ્વચ્છતા દિવસની થયેલ ઉજવણી.

ProudOfGujarat

પાલેજ સહિત પંથક નાં ગામો માં ઇદે મિલાદ ની સોહાર્દ પૂર્ણ વાતાવરણ માં ઉજવણી કરાઈ

ProudOfGujarat

સુરત જિલ્લાની હાલત કફોડી : ઠેર ઠેર વૃક્ષ ધરાશાયી થયા અને પાણી ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!