Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના આદીવાસીઓ માટે રોજગારીનું પૂરક સાધન.

Share

નર્મદાના જંગલોમાં આપમેળે કુદરતી રીતે ઉગી નીકળતા ડુંગરીપાના પુષ્કળ થાય છે. તેને લોકો પતરવેલીના પાન પણ કહે છે. અહીના આદિવાસીઓ માટે ચોમસામા ડુંગરીપાના રોજગારીનુ પૂરક સાધન ગણાય છે. આદિવાસીઓ ડુંગરીપાના તોડીને તેની જુડી બનાવીને ટોપલા ભરીને વાહનોમા રાજપીપળા વેચવા આવે છે. ચોમાસામા જયારે રોજગારી ખાસ નથી હોતી ત્યારે આદિવાસીઓ માટે ડુંગરીપાના પૂરક રોજગારીનું સાધન બન્યા છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, બારખાડી, કમોદીયા, ઝરવાણી જેવા ડુંગર વિસ્તારમા ડુંગરીપાનાનુ ભરપુર ઉત્પાદન થયું છે. ખાસ કરીને હોટલોમાં ચોમાસામાં ડુંગરીપાનામાંથી પાતરા, ભજીયા, ફરાળી પાત્રા, બનાવવા માટે હોટલોમાં તેની ભારે માંગ હોય છે. રાજપીપળામા ડુંગરીપાના વેચવા આવે ત્યારે ખાસ કરીને મહીલાઓ તેની ધૂમ ખરીદી કરે છે અને ચપોચપ ઉપડી જાય છે. જોકે હાલ ડુંગરી પાના 30 થી 40 રૂ.ની ઝૂડીના ભાવે વેચાઇ રહયા છે. ગત વર્ષ કરતા બમણો ભાવ છે. ચાલુ સાલે વરસાદને કારણે આદિવાસીઓ જંગલમાં જઈ શકતા ન હોવાથી તોડીને રાજપીપળા સુધી લાવવામાં મુશ્કેલી પડતી હોવાથી ડુંગરીપાનાનો પુરતો માલ બજાર સુધી આવી શકતો ન હોવાથી તેનો ભાવ વધ્યો છે. વરસાદનું જોર ઘટયા પછી પુનઃ ભાવ ઘટશે તેવું વેપારીઓ જણાવી રહયા છે, ડુંગરીપાનાના ભજીયા, પાત્રા સારા બને છે. જેમાં બેસનનો ઉપયોગ કરી પાત્રા બનાવે છે પણ હાલ શ્રાવણ મહિનો ચાલતો હોઈ હોટલોમાં ફરાળી પાત્રા બને છે. જેમાં ચારથી પાંચ પાત્રા ઉપર બેસનને બદલે શીંગોડા, રાજગરાનો લોટમાંથી ફરાળી પાત્રા બનાવે છે. જેની હોટલોમા ઘણી માંગ હોય છે. તેથી ચોમાસામા હોટલવાળા એડવાન્સમા જ ડુંગરીપાના આદિવાસીઓ પાસેથી ખરીદે લે છે.

દેડિયાપાડા તાલુકો જંગલ ડુંગરોથી ઘેરાયેલો વિસ્તાર છે. દેડીયાપાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ વરસાદ 729 મિ.મી.નોધાયો છે.જંગલ વિસ્તારમા સતત વરસાદ પડ્યા કરે છે. તેને લઈને ડુંગર વિસ્તારમાં પહાડી વિસ્તારમા પતરવેલીના પાન ઠેર ઠેર કુદરતી રીતે ઉગી નીકળીયા છે.આદિવાસીઓના જણાવ્યા અનુસાર પતરવેલીના પાન આમ તો બે પ્રકારના હોય છે. એક કાળી દાંડીવાળા અને બીજા સફેદ દાંડીવાળા પતરવેલીના પાન બાફીને વધારીને અને તળીને ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. આમ જંગલમાં ઉગતા ડુંગરીપાના હવે હોટલો અને ફરસાણની દુકાનોમાં પહોચી ગયા છે અને ટેસ્ટી વાનગી તરીકે પેકીંગ કરીને પાત્રા બજારમાં ધૂમ વેચાય છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

છોટા ઉદેપુર જિલ્લામાં ટ્રાફિક નિયમન માટે જીવન રક્ષા પ્રોજેકટ અંતર્ગત ટ્રાફિક નિયમોની અમલવારી સૌ પ્રથમ પોલીસ વિભાગથી શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળામાં રહેતા માનવતાવાદી અને નિ: સ્વાર્થ ભાવે સેવાભાવી ડો. દમયંતીબાની અનોખી લોકસેવા.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ની સજજન ઇન્ડિયા કંપનીમાં આગ લાગતાં દોડધામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!