Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : સી પ્લેનના ભાડા પેટે રૂ. ૪૭ લાખ ચુકવવા દેવાકેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો.

Share

દેશમાં પહેલીવાર સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી શરૂ કરાયેલી સી પ્લેન સેવા હાલમાં કોવિડ મહામારીને કારણે બંધ છે. પરંતુ એક નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ઓપરેટ થયેલા સી પ્લેનના ભાડા પેટે રાજય સરકારનો વાયાબિલીટી ગેપ ફંડિંગ (વીજીએફ)માંથી બાકી નીકળતો ૪૭ લાખ રૂપિયાનો હિસ્સો ઝડપથી ચુકવી દેવાકેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. વધુમાં આ પત્રમાં તેમણે ગુજરાતમાં એ૨ કનેક્ટિવિટી વધારવા જરૂરી વિએશન ઈન્ફાસ્ટ્રકચર વધારવાની સાથે ભાવનગર, જામનગર, કંડલા, પોરબંદર, વડોદરા અને સુરત એરપોર્ટ પર જરૂરી જમીન સંપાદનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું છે.

સિંધિયાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમદાવાદ અને કેવડિયા વચ્ચે રિજનલ એર કનેક્ટિવિટી (આરએસી) યોજના હેઠળ સ્પાઈસ જેટ દ્વારા સંચાલિત સી પ્લેનના બાકી નિકળતા નાણાં ચુકવી દેવા જણાવવામાં આવ્યું છે, ઉડાન યોજના હેઠલ ઓછા ભાડામાં સંચાલિત થતી ફલાઈટ દીઠ તમામ એરલાઈન્સ રિઝનલ એર કનેક્ટિવીટીફંડ ટ્રસ્ટ (આરએ સીએફટી)માંથી નાણાં ચુકવવામાં આવે છે. જેમાં ૮૦ ટકા હિસ્સો કેન્દ્ર સરકાર અને ૨૦ ટકા હિસ્સો રાજ્યસરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. બીજી બાજુઆ ટ્રસ્ટમાંથી સી પ્લેનના ભાડા પેટે બાકી નિકળતા ૪૭ લાખ રૂપિયા અંગે રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, સરકાર તરફથી બાકી નીકળતા નાણાં તાજેતરમાં ચુકવી દેવાયા છે. જેથી હવે કોઈ નાણાં બાકી રહેતા નથી. હાલમાં કોરોના મહામારીને પગલે સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સંચાલિત થતી સી પ્લેનની સેવા બંધ રાખવામાં આવી છે. જોકે એરલાઈન્સના અધિકારીઓની સપ્ટેમ્બરમાં બેઠક યોજાવાની છે. જેમાં કોરોનાની સમિક્ષા કર્યા બાદ જરૂરી નિર્ણય લેવામાં આવશે. જો કોરોનાની ત્રીજી લહેર નહીં આવે રાજ્યમાં ફરીથી દિવાળી સુધીમાં સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળના આંકડોદ ગામમાં પશુ ચરાવવા ગયેલા બે બાળ મિત્રો પર દીપડાએ હુમલો કરતા એકનું મોત નીપજ્યું

ProudOfGujarat

સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરનારાની સંપૂર્ણ વિગત જમા કરાવવા સુરત પોલીસનો આદેશ

ProudOfGujarat

શૈખુલ ઇસ્લામ મોહમ્મદ મદની અશરફ અશરફીયુલ જિલ્લાની સાહેબ નો વલણ માં કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!