રાજપીપલા અને ભરૂચ ખાતે બે જિલ્લાઓમા આવતીકાલે તા.5 એ સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ અને ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ,
ગુજરાતી દ્વારા આદિવાસી એકતા સંમેલન યોજાશે.
આદિવાસી ભાઇઓ બહેનો આદિવાસી સમાજની એકતા અને અખંડિતતા માટે દરેક જિલ્લામાં આવા સંમેલનોનું આયોજન કરેલ છે.” આદિવાસી સમાજના તમામ રાજકીય, ધર્મ, સંપ્રદાય અને જાતિના સંગઠનોને આહવાન કરતા આદિવાસી સંગઠનોએ જણાવ્યું છે કેઆદિવાસીની ઓળખ અને અસ્મિતા, સંસ્કૃતિના રક્ષણ માટે આદિવાસી એકતાનો સંદેશ તમામ આદિવાસી સમાજ સુધી પહોંચાડી જાગૃતિ લાવવાના આશય સાથે, આર.બી.સી. (રબારી, ભરવાડ અને ચારણ)ને આદિવાસીની યાદી માંથી રદ કરવાની માંગણી સંદર્ભે રાજ્ય વ્યાપી સંમેલનો શરૂ કરવાના આશય હેતુ આદિવાસી એકતા સંમેલનનું આયોજન રાખવામાં આવેલ છે. જેમા આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો તથા સમાજને સંગઠીત કરી વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ સંદર્ભમાં એક સંમેલન યોજાશે. આ સંમેલન રાજપુત છાત્રાલય, ગ્રાઉન્ડ પાછળ, સેવાશ્રમ હોસ્પિટલ સામે,પાંચબત્તિ નજીક, ભરૂચ ખાતે સમય :-સવારે ૧૦:૦૦ કલાકે અને સરદાર ટાઉન હોલ, રાજપીપલા ખાતે બપોરે ૩ કલાકે યોજવાનુ છે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા