ડેડીયાપાડા – આદિવાસી યુવતી પર થયેલા દુષ્કર્મ બાબતે ગઈકાલે યુવતી સાથે સમાજના આગેવાનો એ પ્રાંત અધિકારી દેડિયાપાડાને આવેદનપત્ર આપી કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે પોલીસ હરકતમા આવી તાત્કાલિક ગુનો દાખલ કરી દુષ્કર્મના આરોપી પરપ્રાંતીય (યુ. પી.) ના આરોપીઓની ધરપકડ કરી બહારથી ધંધા રોજગારના અર્થે આવેલા લોકો દ્વારા અવારનવાર આદિવાસીઓ પર આત્યાચારના આવા બનાવો બનતા રહે છે.
આ બનાવને પગલે યુવતીને ન્યાય અપાવવા માટે આગળ આવેલાં સામાજના આગેવાનો પર બહારથી આવેલાં લોકો સાથે મળી વિઘ્ન સંતોષી લોકો દ્વારા ખોટી ફરિયાદ કરવામા આવી છે. આ આગેવાનો માથી BTTS ના ગુજરાત અધ્યક્ષ ચૈતરભાઈ વસાવાની દેડિયાપાડા પોલીસે અટકાય કરી છે. બીજા આગેવાનોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. યુવતી અને સમાજના આગેવાનોની આટલી રજૂઆતો છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં આરોપીઓ ખુલ્લામા દુકાનો ચાલુ રાખી આદિવાસી સમાજની મજાક કરતા આવેદન પત્ર આપી પરત ફરતા ટોળાએ દુષ્કર્મના આરોપીની દુકાન બંધ કરાવતા પરપ્રાંતીયો સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટનાને લઈને આદીવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
તાહિર મેમણ