Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વધેલી ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો.

Share

તિલકવાડા તાલુકાના વધેલી ગામની સીમમાં શ્રાવણીયો જુગાર ઝડપાયો છે. જેમાં રોકડ રકમ તથા કિ.રૂ.૨૮,૩૩૦/- સાથે મુદ્દામાલ સાથે ૦૬ જુગારીઓ ઝડપાયા છે.

હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાએ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા વોચ તેમજ પેટ્રોલીંગ દરમ્યાન સંયુક્ત બાતમી મળેલ કે વધેલી ગામની સીમમાં ખુલ્લામાં કેટલાંક ઇસમો જુગારના પત્તાપાનાનો હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની ચોક્કસ બાતમી મળેલ જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા ઉપર એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે જુગાર અંગેની રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો નામે (૧) જગદીશ અંબુભાઇ બારીયા (૨) પ્રવિણભાઇ સુકાભાઇ બારીયા (3) રાહુલભાઇ હસમુખ બારીયા (૪) આકાશકુમાર કાંતીભાઇ બારીયા (૫) મુકેશભાઇ શનાભાઇ બારીયા (૬) રાકેશભાઇ મુકેશભાઇ બારીયા (તમામ રહે. વધેલી તા.તિલકવાડા જી.નર્મદા)ને ઝડપી પાડી પકડાયેલ આરોપી પાસેથી જુગારના સાહિત્ય તથા દાવ ઉપરના તથા અંગ ઝડતીના મળી રોકડ રૂ.૨૦,૩૩૦/- તથા
મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૮,૦૦૦/- ના મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૨૮,૩૩૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા તેમના વિરૂધ્ધમાં તિલકવાડા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

તંત્રના છાજીયા…બજાર બંધ કરાવતા મહિલાઓનો વિરોધ જાણો ક્યાં અને કેમ ?

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે જુગારના ગુનામાં નાસ્તા ફરતા બે જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

પંજાબના નવા મુખ્યમંત્રી બન્યા ચરણજીત ચન્ની : રાહુલ ગાંધી હાજર રહ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!