Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઇન્ડિયન આર્મી દ્વારા સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણીના ભાગરૂપે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્વર્ણિમ મશાલ આવતા ભવ્ય સ્વાગત કરાયું.

Share

1971 મા ભારત પાકિસ્તાનના યુદ્ધમા ભારતનો ભવ્ય વિજય થયો હતો અને આ ધમાસાણ યુદ્ધમા 96000ને બંધકો બનાવ્યા હતા. આ યુદ્ધમા ભારતીય સૈનિકોની વીર ગાથા અને કુરબાનીને યાદ કરવા આ ગાથાને 50 વર્ષ પુરા થતા આ ઇવેન્ટને યાદગાર બનાવવા કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મશાલ આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને બેન્ડ વાજા સાથે મશાલનું ભવ્ય સ્વાગત કરાયુ હતું. આ પ્રસંગે સિનિયર સેવારત આર્મી ઓફિસર્સ અને નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ સહીત વોરિયર્સનું ટ્રોફી આપી સન્માન કરાયું હતું.

તેમણે જણાવ્યું હતું કે 1971 ના વોરમાં અમારી રેજિમેન્ટે સાંબા ખાતે એરકારફ્ટ તોડી પાડ્યા હતા. અમારી રેજિમેન્ટને બે મેડલ મળ્યા હતા. આ વિજયને યાદ ગાર બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ચારે દિશામાં સ્વર્ણિમ જ્યોતની મશાલ જલાવી દેશભરમાં મોકલાવી યુદ્ધમા કુરબાની આપનાર વીર સપૂતોને યાદ કર્યા હતા અને દેશ માટે ફના થઈ જનાર ફૌજી જવાનોને યાદ કર્યા હતા અને આ વોરને યાદગાર બનાવવા આખુ વર્ષ સ્વર્ણિમ વર્ષ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે દેશનો પ્રત્યેક નાગરિક આ ઇવેન્ટ ને યાદ રાખે એ માટે એકતા અને અખંડિત્તાના પ્રતીક સમા સરદારની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ મશાલ લાવવામા આવી હતી.

આ પ્રસંગે નિવૃત્ત આર્મી ઓફિસર વી કે એન ફ્લનીકરેસરદાર પટેલની વિરાટ પ્રતિમાના દર્શન કરી જણાવ્યું હતું કે દેશભરમાં પહેલીવાર ચાર દિશાઓમાં આવી મશાલ ફેરવવામા આવી છે. એ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અભિનંદનના અધિકારી છે જયારે દેશની એકતા અને અખંડિતતાના પ્રણેતા સરદાર પટેલે દેશી રજવાડાઓને એક કરનાર સરદાર પટેલ દેશના સૌથી મોટા નેતા છે. સરદાર પટેલને 116 વર્ષે ભારત રત્ન મળ્યો એ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ : ખેડૂત બચાવો, દેશ બચાવોનાં સુત્ર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઇખર જીલ્લા પંચાયત સીટ ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…

ProudOfGujarat

નેત્રંગ પોસ્ટ ઓફિસની બેદરકારીનાં કારણે ટપાલ-આધારકાર્ડ જેવા દસ્તાવેજો નદી કિનારે બિનવારસી હાલતમાં મળતા રહીશોમાં ભારે રોષ જણાઇ રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં હવામાનમાં ઠંડીની શરૂઆત …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!