Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ખૈડીપાડા ગામે ખેડૂત સંમેલન યોજાયું

Share

ડેડીયાપાડા વિસ્તારના ખેડૂતોની સમસ્યાઓ અને તેના નિવારણ માટેની ચર્ચા કરવા ખૈડીપાડા મુકામે ખેડૂત શિબિરનું અયોજન થયું. જેમાં હાલના નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ચીકદા અને ખૈડીપાડા સબ સ્ટેશનોમાંથી મળતી ખેતીવાડી લાઈટનો શિડયુલ બદલવા બાબતે કરેલ રજુઆતોની સમીક્ષા તેમજ નવું આયોજન તૈયાર કરવા આવનાર સમયમાં કાયમી ધોરણે ખેતીવાડી લાઈટ દિવસે ઉપલબ્ધ થાય તેના માટે જરૂરી ચીકદા અને ખૈડીપાડા વચ્ચે નવા સબસ્ટેશન ની જગ્યા બાબતે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.

હાલમાં મળતી અનિયમિત ખેતીવાડી લાઈટની સમસ્યા પર ચર્ચા કરવામાં આવી હતી આવનાર સમયમાં આપણા વિસ્તારમાં સિંચાઈની સગવડ ઉભી થાય તે મુદ્દે ચર્ચા કરાઇ ખાતર મેળવવા હાલમાં જે સમય અને નાણાંનો વ્યય થાય છે તે અટકાવવા, આવનાર સમયમાં આપણા નજીકના વિસ્તારમાં ખાતરના ડેપો માટેની શક્યતાઓ માટે ચર્ચા કરાઇ આપણા વિસ્તારના શાકભાજી તેમજ તરબૂચના ઉત્પાદન કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે માટે માર્કેટીંગ ચેન ઉભી થાય તે બાબતે ચર્ચા કરાઇ.

Advertisement

આપણા દરેક કુટુંબમાં ગેરસમજને કારણે જમીનને લગતા વિવાદો વર્ષોથી ચાલી રહેલ છે તેવા જમીનને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે ખેડૂત અગ્રણી સુમનભાઈ વસાવા, ડેપ્યુટી કલેક્ટર માનસિંગભાઈ વસાવા, ફતેસિંગભાઈ વસાવા તેમજ દુષ્યંતભાઇ વસાવા તેમજ નિવૃત્ત કર્મચારીઓ, તાલુકાના સરપંચઓ, ખેડૂત અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ, તેમજ આજુબાજુ વિસ્તારના ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

તાહિર મેમણ – ડેડીયાપાડા


Share

Related posts

ગોધરા એન.સી.સી. 30 બટાલીયન દ્વારા શહેરનાં સ્મારકોની સાફ-સફાઈ કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ કાર્યરત.

ProudOfGujarat

તળાવમાં મચ્છી ચોરવાની શંકાએ પરપ્રાંતીય ઇસમની હત્યાને અંજામ આપનાર બે ઇસમોને દહેજ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!