Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના નીર ગયા નીચાઃ છેલ્લા 48 કલાકમાં ડેમની જળસપાટીમાં ઘટાડો

Share

સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં રોજબરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં ફરી 7-સેમીનો ઘટાડો નોંધાયો છે. હાલ નર્મદા ડેમમાં પાણીનું સ્તર તેની ઊંચાઈથી 50 ટકા કરતા પણ ઓછું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડતા ડેમની સપાટી સ્થિર થઈ છે. છેલ્લા 10 દિવસમાં સ્તર 115થી 116 વચ્ચે રહે છે હાલ નર્મદા ડેમની સપાટી 115.75 મીટર છે.

જોકે ઉપરવાસમાંથી 12 હજાર ક્યુસેક પાણીની આવક થતી હોય છે. પરંતુ ગુજરાતમાં વરસાદ ખેંચાતા સિંચાઈ માટે ખેડૂતોએ પાણીની માગ કરતા રાજ્ય સરકારે નર્મદાની મુખ્ય કેનાલમાંથી રોજનું 12 હજાર ક્યુસેક પાણી આપવામાં આવતું હતું. જેને વધારી હાલ 18થી 20 હજાર કરવામાં આવ્યું છે.

Advertisement

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જાહેરાત કરી કે, ગુજરાતમાં પીવાના પાણીનીં તંગી નહીં પડે, ત્યારે નર્મદા ડેમમાં હાલ 4 હજાર MCM (મિલિયન ક્યુબિક મીટર ) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જોકે આવનારા દિવસોમાં જો વરસાદ ખેંચાઈ અને ઉપરવામાં પાણીની આવક ન થાય તો, નર્મદા ડેમમાં પણ જળસંકટ ઉભું થઇ શકે છે. અને ખેડૂતોને સિંચાઈનું પાણી પણ આપવાનું બંધ કરી શકે છે.


Share

Related posts

અમદાવાદમાં જીએસપી ક્રોપ સાયન્સ કંપનીમાં એમોનિયા લીકેજ થતા ભારે અફરાતફરી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને તેમના મિત્રો દ્વારા સ્લમ વિસ્તારમાં એક હજાર જેટલા માસ્ક તેમજ ડેટોલ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ગિરનારની સીડી પરથી પાણી વહેતા થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!