– ખાનગી વાહન ચાલકો દ્વારા છાપરા ઉપર પેસેન્જર બેસાડી લોકોના જીવ ને જોખમમાં મુક્યા.
ડેડીયાપાડા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં કોરોના કાળમાં બંધ પડેલી એસ ટી બસોની સુવિધા ફરી શરૂ ન કરાતાં મુસાફરો દ્વારા ખાનગી વાહનો માં ડબલ ભાડું ખર્ચી મુસાફરી કરવી પડે છે. રક્ષાબંધન નો તહેવાર હોય તાલુકા મથકે આવવા માટે લોકો ને ખાનગી વાહનો માં આવવું પડતું હોય છે. ત્યારે ખાનગી વાહનચાલકો દ્વારા મુસાફરો ને આડેધડ જીપની ઉપર બેસાડી મુસાફરોના જીવને જોખમ માં મૂકે છે.
ડેડીયાપાડા થી માલસામોટ જતા રૂટ પર બસની સુવિધા ઓછી હોવાને કારણે મુસાફરો જોખમી મુસાફરી કરવા મજબૂર છે. મુસાફરોને ઉપર છાપરા પર તો ઠીક પરંતુ આગળ બોનેટ ઉપર પણ બેસાડવામાં આવે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના જવાબદાર કોણ ? .. શુ તંત્ર દ્વારા આવા વાહનચાલકો ને રોકવામાં આવશે ? કે આમ જ બેરોકટોક પ્રજાના જીવ સાથે ચેડાં કરવામાં આવશે.
તાહિર મેમણ : ડેડીયાપાડા