નેત્રંગ તાલુકામાં ભર ચોમાસામાં નહીંવત વરસાદ થયો છે.પરંતુ મામુલી વરસાદી પાણીમાં જ નેત્રંગ ચારરસ્તા અને આજુબાજુના રસ્તાનું ભારે ધોવાણ થઇ ગયું છે.નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ હજારોની સંખ્યામાં નાના-મોટા માલધારી વાહનોની અવરજવર રહે છે.વરસાદી પાણીના કારણે રોડ-રસ્તા ઉપર એક-એક ફુંટ જેટલા ઉંડા ખાડા પડી ગયા છે.
વરસાદી પાણી ખાડામાં ભરાઇ જવાથી વાહનચાલકોની મામુલી ગફલતથી રોજેરોજ અકસ્માતની ઘટના સજૉતા વાહનચાલકોના હાડકા ભાંગવાનો વારો આવ્યો છે.નહીંવત વરસાદમાં જ નેત્રંગ તાલુકાના રસ્તાનું ધોવાણ થવાથી રસ્તાના નિમાૉણની કામગીરીમાં હલકીકક્ષાના મટીરીયલનો ઉપયોગ કરાયાનું અનુમાન સેવાઇ રહ્યુ છે.જવાબદાર કોંન્ટ્રાકટર સામે સખત પગલા ભરવાની લોકમાંગ ઉઠી છે.જ્યારે માગઁ-મકાન વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિદ્રાઅવસ્થામાં જાગીને રસ્તાનું તાત્કાલિક પ્રાથમિક ધોરણે સમારકામ કરે તેવી માંગ ઉઠી છે.