Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લા કલેક્ટર શાહના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની યોજાયેલી બેઠક.

Share

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેકટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને સંબોધતા શ્રી શાહે પ્રજાકીય જનસુખાકારીના અગત્યના સામૂહિક પ્રશ્નો અને રજૂઆતોને ટોચ અગ્રતા આપીને તેના ઝડપી અને ત્વરિત ઉકેલ સાથે મહત્તમ વિવિધ યોજનાકીય લાભો અને સેવાઓ સરળતાથી મળી રહે તે દિશાના પ્રયાસો વધુ ઘનિષ્ઠ બનાવવા ખાસ અનુરોધ કર્યો છે.

જિલ્લા પોલીસ અધિક્ષ હિમકરસિંહ, પ્રાંત અધિકારી કે.ડી.ભગત, દિપક બારીયા અને અશોક ડાંગી, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત ગત વર્ષે રૂા. ૩ કરોડ અને ચાલુ વર્ષે પણ રૂા. ૩ કરોડના મંજૂર થયેલા અનુદાન અન્વયે જિલ્લામાં કુલ રૂા.૬ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાનારી જિલ્લાની ૧૯૦ જેટલી શાળાઓમાં સ્માર્ટ કલાસની શૈક્ષણીક સુવિધાઓ ઉપરાંત CSR અંતર્ગત UPL કંપની દ્વારા પણ જીલ્લામાં કૃષિ-બાગાયત વિકાસલક્ષી હાથ ધરાનાર પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરી વધુ વેગીલી બનાવી જિલ્લાના લક્ષિત વિદ્યાર્થીઓને, ખેડૂતો-પશુપાલકોને તેના લાભો ઝડપથી મળી રહે તે જોવાની શ્રી શાહે ખાસ હિમાયત કરી હતી.

Advertisement

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે ATVT અંતર્ગત જિલ્લામાં બાકી વિકાસ કામોનું આયોજન ઝડપથી પૂર્ણ કરવા, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે બાકી રહેલ ઓક્સિજન પ્લાન્ટને ઝડપથી કાર્યાન્વિત કરવા, જુના કવાર્ટસના ડિમોલીશન અને નવા ક્વાર્ટસની દરખાસ્ત ઝડપથી મોકલવા તેમજ ખાસ અંગભૂત યોજના હેઠળના કામોના સમયસર આયોજન અને અમલીકરણ ઉપરાંત “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ અંતર્ગત NGO મારફત પુન: સર્વેની કામગીરી હાથ ધરવા, RTI અંતર્ગત મેળવેલ જાણકારી ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડવા વગેરે જેવી બાબતો અંગે પણ આ બેઠકમાં જરૂરી ચર્ચા-વિચારણા સાથે અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બેઠકના પ્રારંભે જિલ્લા કલેક્ટર શાહે નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે આદરાયેલા “સેવાયજ્ઞ” સંદર્ભે યોજાયેલા વિવિધ કાર્યક્રમો ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં “વિશ્વ આદિવાસી દિવસ” ના સફળતા પૂર્વક યોજાયેલા કાર્યક્રમ બદલ “ટીમ નર્મદા” ની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરામાં નવલખી મેદાનમાં સગીરા સાથેની દુષ્કર્મ ધટનામાં 3 દિવસ થયા છતાં નરાધમો નહીં ઝડપાતા સામાજિક કાર્યકર્તાએ નરાધમો જ્યાં સુધી નહીં ઝડપાઈ ત્યાં સુધી ગાંધીનગર ગૃહ ખાતે આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે.

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા ૨ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!