Proud of Gujarat
FeaturedGujaratINDIA

રન ફોર યુનિટી પર મુંબઇથી નીકળેલ મિલિંદ સોમનનું અંકલેશ્વરમાં કરાયું સ્વાગત

Share

જાણીતા અભિનેતા મિલિંદ સોમન દ્વારા મુંબઇથી SOU સુધી રન ફોર યુનિટી શરૂ કરવામાં આવ્યું છે જેઓ આજરોજ અંકલેશ્વર ખાતે પહોચ્યા હતા . દેશવાસીઓ માટે આપ્યો એકતાનો સંદેશ તથા દરેક દેશવાસીઓ ફિટ રહેવા અપીલ કરી હતી . કેવડિયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને એકતાનો સંદેશ આપવાના આશયથી બોલીવુડના જાણીતા અદાકાર અને પ્રખર સ્વાસ્થ્ય પ્રેમી મિલિંદ સોમને મુંબઇના ઐતિહાસિક શિવાજી ચોક થી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજાયેલી રન ફોર યુનિટીના દોડનું આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખરોડ પબ્લીક સ્કુલ ખાતે પ્રાંત અધિકારી રમેશ ભગોરા, મામલતદાર હાર્દિક, રમતગમત અધિકારી વિરલ પટેલ, સિનિયર કોચ સૌરભ રાણા વહીવટીતંત્ર, સ્વૈચ્છિક, શૈક્ષણિક સંસ્થાઓ અને ઔધોગિક પ્રતિનિધિઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું.સરદાર વલ્લભભાઇ પટેલને સાર્થક અંજલિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વમાં અજોડ ગણાય એવા સ્મારકના રૂપમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-“સરદાર પ્રતિમા“નું નિર્માણ કરાવ્યું છે.

ભૂતકાળમાં તેના હાર્દમાં રાખીને અનેકવાર રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતી રન ફોર યુનિટીનું આયોજન વિવિધ સંસ્થાઓ કર્યું છે. તેની જ એક કડી જેવી આ દોડ યાત્રાનું આયોજન મિલિંદ સોમને એકતા અને સંવાદિતા ને મજબૂત કરવાના હેતુસર અને વિવિધતામાં એકતાનો સંદેશ આપવા કર્યુ છે.વિવિધતામાં એકતાનો પ્રેરક સંદેશ આપતી પ્રખર સ્વાસ્થ્ય પ્રેમી મિલિંદ સોમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા તા.17 મી થી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે 5 કલાકે શરૂ થયેલી રન ફોર યુનિટી દોડ આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે આવી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડ ખાતે આવી પહોંચી હતી.

Advertisement

Share

Related posts

કતપોર ગામ પાસે NCT ની પાઇપ લાઇન માં ભંગાળ સર્જાતા અંકલેશ્વર ખાતે આવેલ NCT ના સમ્પ ઓવરફ્લો થઈ એફલૂએન્ટ ખાડી માં જતા આમલખાડી પ્રદુષિત થઈ

ProudOfGujarat

અંકલેશ્વર: કોસમડીની સફેદ કોલોનીમાં વિજકરંટ લાગતા યુવાનનું મોત.

ProudOfGujarat

આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લામાં ચૂંટણી પ્રચાર અર્થે સ્ટાર પ્રચારકો આવે તેવી સંભાવના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!