ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારોની ગણના કરવામાં આવે છે.નેત્રંગ ચાર રસ્તાના બજારોમાં કપડા,અનાજ-કરીયાણા,ઇલેટ્રોનિક્સની દુકાનો,શાકભાજીની લાળીઓ,દવાખાણા સહિત જીવનજરૂરીયાતની તમામ ચીજવસ્તુઓની દુકાન કાયૅરત છે.ગામે-ગામથી રોજેરોજ હજારોની સંખ્યામાં લોકો જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ અને કોઇપણ કામ અથૅ સતત અવરજવર રહેતી હોય છે,અને નેત્રંગ ચારરસ્તા ઉપરથી બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી મોટીસંખ્યામાં ખાનગી વાહનોમાં પસાર થતાં હોય છે.નેત્રંગ ચારરસ્તા ઉપર ગીચ વસ્તીના રહેઠાણની સાથે મોટા-મોટા શોપીંગ સેન્ટરો પણ આવેલા છે.પરંતુ ચારરસ્તા ઉપર જાહેર શૌચાલયની સુવિધા અભાવે આમ પ્રજાની બદ્દતર હાલત બની જવા પામી છે.
જેમાં બજારોમાં આવતા લોકોને શૌચાક્રિયા માટે ક્યાં જવું…? તે માટે ભારે હાલાકીની સાથે ગ્રા.પંચાયતના બાગના ખુલ્લા માગૉ ઉપર જવા મજબુર બન્યા છે.મહિલાઓ શૌચાક્રિયા માટે ક્યાં જવું એક વિકડ પ્રશ્ર છે,તેવા સંજોગોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે,નેત્રંગ ગ્રા.પંચાયતની ચુંટણીઓ દરમિયાન સરપંચ-સભ્યોના ઉમેદવારોએ નેત્રંગ ચારરસ્તા ઉપર ચુંટણી પરિણામ આવ્યા બાદ તાત્કાલિક શૌચાલય બનાવવાના વચનો આપ્યા હતા.પરંતુ પરિણામ શુન્ય રહેતા વચનો પોકળ સાબીત થયા છે.જે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.આગામી સમયમાં ગ્રા.પંચાયતના સતાધીશો જાહેર શૌચાલયની બનાવવાની કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે.