Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં મુખ્યમંત્રીની સુરક્ષા-વ્યવસ્થા માટે તોડવામાં આવેલા ડિવાઇડરો બનાવવા તંત્રને નથી ફુરસત

Share

ગુજરાત સરકાર ભરૂચ જીલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી માચૅ-૨૦૧૪ માં ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવવામાં આવ્યો હતો.નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ કરોડો રૂપિયાના ખર્ચે નેત્રંગ તાલુકા મથકે દિવ્યભવ્ય તાલુકા સેવાસદન અને આરોગ્યરક્ષી સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિમૉણ કરવામાં આવ્યું હતું.જેનું લોકાપૅણ વાજતેગાજતે કરવા માટે પુવૅમુખ્યમંત્રી અને હાલ ઉત્તરપ્રદેશના ગવનૅર આનંદીબેન પટેલ આવ્યા હતા.

જેમાં પુવૅમુખ્યમંત્રી હવાઇમાગૅ હેલીકોપ્ટરમાં નેત્રંગના લાલમંટોડી વિસ્તારમાં આગમન થયું હતું.ત્યાંથી નેત્રંગ ચારરસ્તા થઇને ગાડીમાં તાલુકા સેવા સદન અને સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાપૅણ કરી જીનબજાર વિસ્તારમાં જાહેરસભા સંબોધી હતી.તેવા સંજોગોમાં પુવૅ મુખ્યમંત્રીની સુરક્ષા-વ્યવસ્થા માટે સરકારીતંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી.જેમાં મુખ્યત્વે નેત્રંગ ચારરસ્તા ઉપર અને જીનબજાર વિસ્તારમાં મુખ્યમંત્રીની સુરક્ષા-વ્યવસ્થા માટે માગૅ અને મકાન વિભાગ સહિત સરકારીતંત્રેે રસ્તા ઉપરના ડિવાઇડરોને તોડી નાખવામાં આવ્યા હતા,અને મુખ્યમંત્રીના કાયૅક્રમ પુણૅ થયા બાદ એટલે કે લાંબો સમય પસાર થવા છતાં પણ ડિવાઇડરોનું નિમૉણ કરવાની વહીવટીતંત્રને ફુરસત મળી રહી નથી.તેવા સંજોગોમાં વાહનચાલકોની મામુલી ગફલતના કારણે રોજેરોજ અકસ્માતની ઘટના સજૉય રહી છે,અને વાહનચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે,જેથી આવનાર સમયમાં વહેલી તકે ડિવાઇડરોનું નિમૉણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

દાહોદના નેશનલ હાઈવે 47 પર આવેલ બાલાજી હોટલ ના પગથિયા તૂટી પડતા 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

નબીપુર પોલીસ મથકનાં પી.એસ.આઈ.ની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વરના સારંગપુર ગામમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!