Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : ખરેઠા ગામે દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા જતાં ભક્તોને નડ્યો અકસ્માત

Share

શ્રાવણ માસ માં આવતા દશામાં દસ દિવસ ના વ્રત પૂર્ણ થતાં ભક્તો દસમા દિવસે દશા માતાની પ્રતિમાનું ભારે હૈયે વિસર્જન કરતા હોય છે. ત્યારે નેત્રંગ ખાતે પણ ખરેઠા ખાતે ભક્તોએ બિરાજમાન કરેલ દશામાં ને દશ દીવસ પૂર્ણ થતાં યાલ ગામે કરજણ નદી ખાતે વિસર્જન કરવા જતાં અકસ્માત નડ્યો હતો.

ખરેઠા ગામના બસ સ્ટેશન ફળિયામાં રહેતા ગૌતમભાઈ ગુલાબસિંગ વસાવા કે જે ડ્રાઈવિંગ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે. જે ગામના રાજેશભાઈ કુંવરજી ભાઈ વસાવાના ખરેઠા ગામના રાજેશભાઈ કુંવરજીભાઈ વસાવાને ત્યાં થી બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ 16 AU 6265 લઈ ડ્રાઈવર ગૌતમભાઈ વસાવા સાથે સવારના ત્રણેક વાગ્યે દશામાતાની મુર્તિ વિસર્જન માટે અશ્વિનભાઈ ફતેસીંગભાઈ વસાવા તથા સંદિપભાઈ છત્રસીંગભાઈ વસાવાના ઘરે રોડની સાઈડે ટેમ્પો પાર્ક કરેલ ત્યાંથી મુર્તિ લઈને વિસર્જન માટે યાલ ગામે કરજણ નદી ખાતે લઈને જઈ રહ્યા હતા ત્યારે આશરે પોણા ચારેક વાગ્યાના અરસામાં ગાડી ત્યાંથી ઉપાડતી વખતે નેત્રંગ તરફથી બોલેરો પીકઅપ નંબર-GJ 06 AZ 1353 પુરઝડપે અને ગફલ તભરી રીતે હંકારી આવતા રાજેશભાઈના પીકઅપ ટેમ્પો સાથે ડ્રાઈવર સાઈડે પાછળના હીલ બાજુ અથાડી દીધેલ અને પાછળ બેઠેલ માણસો ફંગોળાઈ જઈ નીચે પડી ગયેલા અને બધાને શરીરે ઓછીવત્તી ઈજાઓ થઈ હતી.

Advertisement

જ્યારે પૂરઝડપે આવતી બોલેરો પીકઅપ જેમાં ત્રણ માણસો બેસેલ હતા જેમાં કંડક્ટર સાઈડના બે મા ણસો ગાડીમાં ફસાઈ ગયેલા જેઓને પગે તથા શરીરે મુઢમાર વાગેલ તથા તે ગાડીના ચાલકને પણ શરીરે મુઢ માર વાગેલ અને તે ગાડીને આગળ બોનેટના ભાગે નુકશાન થયેલ છે . અકસ્માત માં ઇજા પામેલ દર્દીઓને ૧૦૮ એમ્બુલન્સ માં નેત્રંગ સરકારી દવાખાનામાં સારવાર અર્થે લવાયા હતા. આ બાબતે નેત્રંગ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

ખેડૂતોના વિવિધ પ્રશ્નો સાથે નીકળેલ યાત્રા લીંબડી આવી પહોંચી.

ProudOfGujarat

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓપરેટિવ બેંકમાં ડાયરેકટર પદે ફોર્મ રદ કરાતા હરીફ ઉમેદવારોનું રાજકીય કાવતરું હોવાનું સંદીપ માંગરોલાની શંકા : પ્રાંત અધિકારી ઓફિસની બહાર બેઠા ધરણાં પર…

ProudOfGujarat

રૂપાણી સરકારનો વેપારીઓને કોરોનાની રસી આપવા મુદ્દે મોટો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!