આજે કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો છે. જે કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર હોવા છતાં કોઈ જોખમ નથી, આજે સવારે 12:58 કલાકે કેવડિયામાં 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 2.7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કેવડિયાથી માત્ર 34 કિ.મી. નોંધાયું હતું. જોકે, નર્મદા ડેમને કોઈ ખતરો નથી, કારણ કે, નર્મદા ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ તૂટે નહીં એવો મજબૂત છે. ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે, આજે સવારે 12:58 કલાકે કેવડિયામાં 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જોકે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ સુરક્ષિત છે. જોકે આ પહેલા પણ 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 8 જુલાઇએ એક મહિના પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે 1.2 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 50 કિમી નોંધાયું હતું અને ભૂકંપની ડેપ્થ 18.1 કિ.મી.ની હોવાનું જાણવા મળ્યું હતું. સરદાર સરોવર ડેમની ડિઝાઈન અને બાંધકામ રિક્ટર સ્કેલ મેગ્નિટ્યૂડ અનુસાર, 6.5 ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેન્દ્ર સરદાર સરોવર ડેમથી 12 કિ.મી.ની ત્રિજ્યામાં હોય તોપણ સલામત રહે એ રીતે કરવામાં આવ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવ્યું છે. આમ, ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, એના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કોઈપણ પ્રકારની વિપરીત અસર અનુભવાઈ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતીક સમા આ બન્ને સ્ટ્રક્ચર્સ સંપૂર્ણપણે સલામત છે. એટલું જ નહીં સ્ટેચ્યૂ પર 6.5 ની તીવ્રતાનો ભૂકંપ તથા 220 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહીં થાય. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપર 6.5 ની તીવ્રતાના ભૂકંપ તથા કલાકના 220 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવનની અસર નહીં થાય. પ્રતિમાના નિર્માણમાં 85 ટકા તાંબાનો ઉપયોગ કરાયો હોવાથી હજારો વર્ષો સુધી કાટ નહીં લાગે.
અત્રે જણાવી દઈએ કે ભરૂચ-નર્મદામાં 50 વર્ષમાં અત્યાર સુધીમાં 23 થી વધુ વખત ભૂકંપ નોંધાયા છે. ભરૂચમાં 23 માર્ચ 1970 ના રોજ આવેલા ભૂકંપની તીવ્રતા 5.4 રિકટર સ્કેલની હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધારે તીવ્રતાવાળો આંચકો છે. ભરૂચ, આમોદ, નેત્રંગ, આમોદ અને નબીપુર 50 વર્ષમાં ભૂકંપના આંચકાનાં એપી સેન્ટર રહી ચૂક્યાં છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો 20 ઓકટોબર 1980 માં કેવડિયામાં 2.6 રિકટર સ્કેલ તથા 9 મી જુલાઇ 1979 માં રાજપીપળા ખાતે 2.6 રિકટર સ્કેલની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. ભરૂચ-નર્મદામાં 50 વર્ષમાં 23 થી વધુ વખત ભૂકંપ આવી ચૂક્યો છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા