નર્મદા જિલ્લામા ભૂમિ ભેજ સંરક્ષણ, ચેકડમ તથા ચેકવોલના બાંધકામ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. વોટરશેડની કામગીરી પાછળ પણ સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવે છે પણ આટલા વર્ષોમાં નથી તો ખાસ કોઈ ચેકડેમમા પાણીનો સંગ્રહ થાય છે કે પાણીના જળ સ્તર ઊંચા આવે છે. આવા અનેક કામોમા મળતીયા એજન્સીને ટકાવારી નક્કી કરી કામો અપાતા હોય છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટચાર થતો હોય છે. આવા કામોની તપાસ પણ થતી નથી. ટકાવારી લેતા અધિકારીઓસામે તપાસ પણ થતી નથી કે કોઈ પગલાં પણ લેવાતા નથી.
આવો જ એક છેતરપિંડીનો કિસ્સો શીતલ કાન્સ્ટ્રશન વડિયાની કંપનીને કડવો અનુભવ થતાં આ અંગે મુખ્યમંત્રી સહીત નિયામક, એમ.જી.નરેગા, ડી.આર.ડી.એ., જીલ્લા પંચાયત ભવન, રાજપીપલાને લેખિત ફરિયાદ કરી છે અને વોટરશેડના કામમા ભ્રષ્ટાચાર થયો હોવાની તપાસની માંગણી કરી છે. જેમાં શીતલ કાન્સ્ટ્રશન વડિયાની કંપનીને મળેલા કામોનું પેમેન્ટ બીજી એજન્સીને ચૂકવી મૂળ કંપનીને હકના નાણાં ચૂકવવામાં અખાડા કરતા તંત્ર સામે અરજદારે મુખ્યમંત્રીથી માંડીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નર્મદાને લેખિત ફરિયાદ કરી રૂ.84000/- ના નાણાં ચૂકવવાની માંગ કરી છે અને નાણાં નહીં ચૂકવાય તો અરજદાર રતન આર ખટીકે આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે.
અરજદારે ફરિયાદમા જણાવ્યું છે કે વોટર શેડ કચેરી આર.આર.પી.-૧ (કુકડા કોતર) કરજણ ડીસ્ટ્રીબ્યુટરી રીજુવેશન માટે ભૂમિ ભેજ સંરક્ષણ સંલગ્ન કામો ચેકડમ તથા ચેકવોલના બાંધકામ માટે શીતલ કાન્સ્ટ્રશન દ્વારા ગાગર ગામમાં તથા આમલી ગામમાં સપ્લાય કરેલ રેતી, કપચીના બીલો
માટે વોટર શેડના ટેકનીકલ કર્મચારીએ ૧૦% રકમની માંગણી કરી હતી તથા આમલીગામમાં ચેકવોલના બાંધકામમાં સપ્લાય કરેલ. અને રેતી, કપચીના રૂા.૮૪000/- ના ખોટા બીલો બનાવી બીજી એજન્સીના ખાતામાં નાણાં ચુક્વણી કરી મારી સાથે છેતરપીંડી કરેલ છે. જેની ખાસ તપાસ કરી મારા રેતી, કપચીના નાણાં અપાવવા તથા ટેકનીકલ ઈજનેર સામે કડક કાર્યવાહી કરવા નિયામક, એમ.જી.નરેગા, ડી.આર.ડી.એ રાજપીપલાને લેખિત ફરિયાદ ફરિયાદ કરી છે. અરજદારના જણાવ્યા અનુસાર શીતલ કાન્સ્ટ્રકશન એજન્સીએ આ અંગે ૨૭-૧-૨૦૨૦ ના રોજ આપની કચેરીમાં આ રેતી, કપચીના નાણાં માટે અરજી કરેલ છે. પરંતુ આજદિન સુધી મારા રેતી, કપચીના બીલો બનાવવામાં આવેલ નથી. તેમજ વોટર રોડના ટેકનીકલ કર્મચારી સામે પણ કોઇપણ કાર્યવાહી કરવામાં આવી નથી. ટેક્નિકલ ઈજનેરે રેતી, કપચીના ખોટા બીલો નિકુંજ આર.લાઠીયાના નામના બનાવી આ બધા બીલો એન.આર.જી. નરેગામાં ઓન લાઈન કરી મારી સાથે છેતરપીંડી કરેલ છે. જેની યોગ્ય તપાસ કરી વોટર શેડનો ટેકનીક્લો સામે યોગ્ય શિક્ષાત્મક પગલા ભરવાની માંગ કરી છે. આ વાતને ૧.૫ વર્ષ વીતી ગયુ છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામા આવી નથી. મારા ચેકડેમમાં સપ્લાય કરેલ રેતી, કપચીના બીલો માટે મેં ટેકનીકલ ઈજનેરે ૧૦% રકમની માંગણી કરી હોવાની ફરિયાદ કરી છે જેની યોગ્ય તપાસ કરી ટેકનીકલ ઈજનેર સામે યોગ્ય પગલા ભરવા રજુઆત કરી છે. આ બીલો માટે મેં વોટર શેડની કચેરીમાં વારંવાર મૌખિક પણ રજુઆતો કરેલ તો મારા આ નાણાં જલદી નહી આવે તો હું આત્મવિલોપન કરી નાખીશ એવી ચીમકી પણ આપી છે.
જ્યોતિ જગતાપ, રાજપીપલા