રાજપીપલા, આરીફ જી કુરેશી
રાજપીપલા, તા. ૩૧ મી ઓકટોબર, ૨૦૧૯ ને ગુરૂવારના રોજ સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ઉવજણીના ભાગરૂપે રાજપીપલામાં સવારે ૭:૦૦ કલાકે જિલ્લા ન્યાયાલય પાસેથી “રન ફોર યુનિટી-એકતા દોડ” નો કાર્યક્રમ યોજાશે, જેને સંસદસભ્ય મનસુખભાઇ વસાવા સહિતના અન્ય પદાધિકારીશ્રીઓ, અધિકારી ઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાશે. જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ આજે રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે આગામી તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલ જન્મ જયંતિ નિમિત્તે યોજાનારા “રન ફોર યુનિટી-એકતા દોડ” ના કાર્યક્રમનું સુચારૂ આયોજન ઘડી કાઢવા યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી ઉપર મુજબ સંબોધી રહયાં હતા. આ કાર્યક્રમમાં અંદાજે ૫૦૦ થી પણ વધુ લોકો જોડાય તે પ્રકારનું આયોજન સુનિશ્ચિત કરવા અમલીકરણ અધિકારીઓને પટેલે અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનારા “રન ફોર યુનિટી-એકતા દોડ” ના આ કાર્યક્રમમાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ, વેપારી મહામંડળના સભ્યો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિ ઓ વગેરે તેમાં જોડાશે. રાષ્ટ્રિય એકતા દિવસ તરીકેની ઉવજણીના ભાગરૂપે રાજપીપલામાં યોજાનારા આ “રન ફોર યુનિટી-એકતા દોડ” માં ભાગ લેનારા લોકો બેનર્સ-પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથેની એકતા દોડ રાજપીપલા ન્યાયાલય ખાતેથી પ્રસ્થાન થઇ સફેદ ટાવર-સ્ટેશન રોડ થઇ સરદાર ટાઉન હોલ ખાતે પહોંચશે અને ત્યાં સમાપન થશે. આ પ્રસંગે રાષ્ટ્રિય એકતાના સામૂહિક શપથ પણ લેવડાવાશે.
આજે યોજાયેલી ઉકત બેઠકમાં નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ, નાયબ પોલીસ અધિક્ષક સી.એન.ચૌધરી, પ્રોટોકોલના નાયબ કલેકટર બી.એ.અસારી, જિલ્લા શિક્ષણ તાલીભવનના પ્રાચાર્ય એમ.જી.શેખ, જિલ્લા શિક્ષણાધિકારી ડૅા. નિપાબેન પટેલ, વેપારી મહામંડળના હોદે્દાર ઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિ ઓ, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડયા, જિલ્લા-યુવા અધિકારી બી.એ.હાથલીયા સહિત સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.