Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા માછીવાડ શોપીંગ સેન્ટરની 4 દુકાનોનું ભાડું બાકી હોવાથી દુકાનો સીલ કરાઇ.

Share

રાજપીપલા માછીવાડ શોપીંગ સેન્ટરની 4 દુકાનો રાજપીપલા નગરપાલિકાએ સીલ કરી છે વારંવાર નોટિસ પાઠવવા છતાં દુકાનનુ ભાડુ ન ભરતા તમામ દુકાનો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. ચીફ ઓફિસર રાહુલ ધોડિયાના જણાવ્યા અનુસાર તમામનું કુલ 6 લાખનું ભાડુ બાકી હતું જે લાંબા સમયથી ભરતા ન હતા. ભાડુ ભરવામાં દુકાનદારોની આડોડાઈ સામે નગરપાલિકાએ લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપલા સ્ટેશન રોડ પર આવેલ માછીવાડ શોપીંગ સેન્ટરની દુકાન નં.૬ ના દિલીપભાઈ વાસુદેવ રાવલ સહિત 4 દુકાનદારને ફટકારેલી નોટિસ મુજબ ભાડા પટ્ટદાર દિલીપભાઈ વાસુદેવ રાવલે રાખેલ. આ દુકાન નિયમ મુજબ ભાડાપટ્ટે આપવામાં આવેલ પરંતુ દુકાનદારે હરાજીની શરત નં.૨૧ તથા ભાડાપટ્ટાની શરત નં ૧ અને ૩ નો સદંતર ભંગ કરેલ છે. તેમને પહેલા આ નોટીસ ફટકારી દિન-૭માં બાકી ભાડું દંડ સહિત ભરીને અત્રેની કચેરીએથી પહોંચ મેળવી લેવા નોટિસ આપેલ અને જો આ ભાડુ અત્રેની કચેરીએ ઉપર જણાવ્યા મુજબ નિયત સમય મર્યાદામાં ભરવામાં નહી આવે તો આ દુકાનનો ભાડાપટ્ટો પૂર્ણ થયેલ ગણીને દુકાનનો પરત મેળવી લેવામાં આવશે. એવી ચીમકી પણ આપી હતી. બાકી ભાડાની દંડ સહિતની વિગત
૧૨/૦૬/ર૦૦૯ થી ૩૧/૦૮/૨૦૨૧ સુધી રૂ.૧,૦૨,૦૦૦/-નું ભાડુ તેમજ ૪૪૬૧ દિવસના દંડની રકમ રૂ.૪,૪૬,૧૦/-સહિત કુલ રૂ. 1,47,510/-ની કુલ રકમ ભરવા નોટિસ ફટકારી હતી છતાં રકમ ન ભરતા તમામ 4 શોપ નંબર 5,6,7,8 ની દુકાનોને સીલ મારી દેતા ફફડાટ ફેલાયો છે.

આશ્ચર્યની વાત તો એ છે કે 2009 આ દુકાનદારોનું ભાડુ 2009 થી બાકી હતું અને નગરપાલિકાએ 2021 માં એટલે કે 12 વર્ષ પછી દુકાનો સીલ કરી કાર્યવાહી કરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. 12 વર્ષ સુધી પાલિકા સત્તાધીશોએ વસુલાત માટે કડક હાથે કાર્યવાહી કેમ ન કરી? 12 વર્ષ સુધી કાર્યવાહી ન કરનાર નગરપાલિકાના સત્તાધીશો ઊંઘતા ઝડપાતા આ વસુલાત પ્રકરણ લોકચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગોધરા લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ અત્યાર સુધી ૨૩૭ લોકો સામે ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : રાહુલ ગાંધીના સમર્થનમાં સુરત જવાનો પ્રયાસ કરનાર કોંગી આગેવાનોની પોલીસે અટકાયત કરી

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના દધેડા ગામે ઘર આંગણે પાર્ક કરેલ બાઇકની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!